EDએ લોકસભા સાંસદ પર લગાવ્યો 908 કરોડનો દંડ, કઇ પાર્ટી સાથે છે કનેક્શન, જાણો સમગ્ર મામલો
EDએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) કેસમાં DMK સાંસદ એસ. જાગતરક્ષક અને તેના પરિવાર પર 908 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ તેમની રૂ. 89 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ચેન્નાઈમાં EDએ સાંસદ અને ઉદ્યોગપતિ જગતરક્ષકન, તેમના પરિવારના સભ્યો અને સંબંધિત એન્ટિટી સામે ફેમા હેઠળ તપાસ કર્યા બાદ આ કાર્યવાહી કરી હતી.
આ છે સમગ્ર મામલો
EDના નિવેદન મુજબ, 1 ડિસેમ્બર, 2021 ના રોજ, કેન્દ્રીય એજન્સીએ DMK સાંસદ જગતરક્ષકન, તેમના પરિવારના સભ્યો અને સંબંધિત કંપની વિરુદ્ધ FEMA ની કલમ 16 હેઠળ FEMA ફરિયાદ દાખલ કરી હતી.
ફેમાની કલમ 37A હેઠળ રૂ. 89.19 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઇડીએ એમ પણ કહ્યું કે ડીએમકે સાંસદે શ્રીલંકાની એક એન્ટિટીમાં આશરે રૂ. 9 કરોડનું રોકાણ કર્યું હતું. ગયા વર્ષે, આવકવેરા વિભાગે કરચોરી સંબંધિત કેસમાં સાંસદ જગતરક્ષકના 40 થી વધુ સ્થાનો પર દરોડા પાડ્યા હતા.