India-Pakistan war: તમને ખબર છે ભારત-પાકિસ્તાન યુદ્વ દરમિયાન ગુજરાતના આ મુખ્યમંત્રી થયા હતા શહીદ, પાકિસ્તાને ઉડાવી દીધું હતું એરક્રાફ્ટ
India-Pakistan war: 1965માં ભારત-પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્વ ફાટી નીકળ્યું હતું. આ યુદ્વ દરમિયાન ગુજરાત માટે ગોઝારી ઘટના બની હતી અને આજે આઘટના ઈતિહાસના પાના પર શહીદીની ગાથા રજૂ કરે છે. 1065માં યુદ્વ ફાટી નીકળ્યું ત્યારે પાકિસ્તાને ગુજરાત બોર્ડર પર ભારે બોમ્બમારો અને રોકેટ લોન્ચર ફેંક્યા હતા. ખાસ કરીને કચ્છ સરહદ પર પાકિસ્તાની સેનાએ અંધાધૂંધ ફાયરીંગ કર્યું હતું. તેવામાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીએ યુદ્વનું નિરીક્ષણ કરવા અને સેનાનો જુસ્સો વધારવા માટે એકક્રાફટ સાથે ઉડાન ભરી હતી.
1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, 19 સપ્ટેમ્બર 1965ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી બલવંત મહેતાએ
India-Pakistan war: ટાટા કેમિકલ્સ, મીઠાપુરથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની કચ્છ સરહદ સુધી બીચક્રાફ્ટ કોમ્યુટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ પાયલોટ જહાંગીર એન્જિનિયર દ્વારા આ વિમાનનું પાયલોટીંગ કરવામાં આવ્યું હતું. આ એરક્રાફ્ટને પાકિસ્તાન એરફોર્સના પાયલોટ કૈસ હુસૈન દ્વારા ઉડાવી દેવામાં આવ્યું હતું. પાકિસ્તાન એરફોર્સના પાયલોટ કૈસ જાહંગીરે આ વિમાનને જાસૂસી મિશન હોવાનું માની લીધું હતું. આ ઘટનામાં તત્કાલીન મુખ્યમંત્રી બલવંત મહેતા તેમના પત્ની, તેમના સ્ટાફના ત્રણ સભ્યો, એક પત્રકાર અને બે ક્રૂ સભ્યો દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા. આમ 1965ની વોરમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી પણ શહીદ થયા હતા.
ઓગસ્ટ 2011માં કૈસ હુસૈને જહાંગીર એન્જિનિયરે એરક્રાફ્ટને ઉડાવી દેવાની ભૂલ બદલ માફી માંગતો પત્ર લખ્યો હતો, જેમાં જહાંગીરે જણાવ્યું હતું કે પાકિસ્તાની નિયંત્રકો દ્વારા નાગરિક વિમાનને જાસૂસી વિમાન તરીકે ગણવાની ભૂલ હતી.જોકે, પાકિસ્તાની આર્મીએ વિમાનને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો અને એક મોટી ભૂલ હતી.
ભારત સરકારના પોસ્ટ વિભાગે 17 ફેબ્રુઆરી 2000ના રોજ સ્વ.બલવંત મહેતાની 100મી જન્મજયંતિ નિમિત્તે ફેસ વેલ્યુ INR 3.00 ની ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
બલવંત મહેતા ગુજરાતના દ્વિતીય મુખ્યમંત્રી હતા. તેઓ ભાવનગરમાં જન્મ્યા હતા અને સ્વતંત્રતા સંગ્રામમાં તેમણે આગળ પડતી ભૂમિકા ભજવી હતી.કોંગ્રેસમાં રહીને તેમણે અનેકવિધ હોદ્દાઓ પર સમાજ સેવા સાથે સંગઠનનું કાર્ય કર્યું હતું.