Jammu and Kashmir Elections: કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે નવ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.
Jammu and Kashmir Elections: જેમાં પક્ષના મહાસચિવ ગુલામ અહેમદ મીરને બનિહાલથી અને રાજ્ય એકમના ભૂતપૂર્વ વડા વિકાર રસૂલ વાનીને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસે સહયોગી નેશનલ કોન્ફરન્સ સાથે બેઠક વહેંચણી અંગે સમજૂતી કર્યા બાદ આ યાદી જાહેર કરી છે.નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં અનુક્રમે 51 અને 32 બેઠકો પર લડવા માટે સંમત થયા છે.
કોંગ્રેસે ત્રાલ બેઠક પરથી સુરિન્દર સિંહ ચન્ની, દેવસરથી અમાનુલ્લાહ મન્ટુ, અનંતનાગથી પીરઝાદા મોહમ્મદ સઈદ, ઈન્દરવાલથી શેખ ઝફરુલ્લાહ, ભદરવાહથી નદીમ શરીફ, ડોડાથી શેખ રિયાઝ અને ડોડા પશ્ચિમથી પ્રદીપ કુમાર ભગતને મેદાનમાં ઉતાર્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે મતદાન થશે
જ્યારે બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. 4 ઓક્ટોબરે મતગણતરી થશે.