Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સેનાને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો
Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરાના કેતસન ફોરેસ્ટ વિસ્તારમાં મંગળવારે (5 નવેમ્બર 2024) સેના દ્વારા એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો, ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે બુધવારે (6 નવેમ્બર)ના રોજ આ એન્કાઉન્ટર વિશે માહિતી આપી હતી. સેનાએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ચાલુ ઓપરેશનમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. ઓપરેશન ચાલુ છે.”
બાંદીપોરા જિલ્લામાં મંગળવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. બાંદીપોરા જિલ્લાના ચોંટપથરી જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યા બાદ જવાબી ગોળીબાર કરવામાં આવ્યો હતો.