કોણ છે નાવી પિલ્લે? 85 વર્ષની ઉંમરે મળ્યો 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર, જાણો તેમનો સંઘર્ષ અને સફર
વર્ષ 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર દક્ષિણ આફ્રિકાની જાણીતી ન્યાયવિદ્ અને માનવાધિકાર કાર્યકર નવનેથેમ ‘નાવી’ પિલ્લેને એનાયત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય કાયદા અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે કરેલા તેમના લાંબા સમયના કાર્યની કદરરૂપે તેમને આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું છે. રંગભેદ સામેના સંઘર્ષથી લઈને સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારના રક્ષણ સુધીની તેમની સફર અનેક લોકો માટે પ્રેરણારૂપ છે.
કોણ છે નાવી પિલ્લે?
નવનેથેમ પિલ્લે, જેમને દુનિયાભરમાં નાવી પિલ્લેના નામથી ઓળખવામાં આવે છે, તેમનો જન્મ 23 સપ્ટેમ્બર, 1941ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબન નજીક ક્લેરવુડમાં થયો હતો. તેઓ ભારતીય મૂળના તમિલ પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ અમલમાં હતી તે સમયગાળામાં તેમનું બાળપણ પસાર થયું હતું. તે સમયે જાતિના આધારે ભેદભાવ અને અસમાનતાનો સામનો કરવો પડતો હતો. આવા વાતાવરણમાં ઉછરેલી પિલ્લેએ કાયદાના ક્ષેત્રમાં આગળ વધીને ન્યાય અને સમાનતાને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું.
તેમણે યુનિવર્સિટી ઑફ નેટલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો અને વકીલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. આગળ જતાં તેઓ દક્ષિણ આફ્રિકાની ન્યાયવ્યવસ્થામાં મહત્ત્વનું સ્થાન મેળવનાર વ્યક્તિ બન્યાં.

રંગભેદ સામેના સંઘર્ષમાં ભજવી મહત્ત્વની ભૂમિકા
નાવી પિલ્લેની કારકિર્દીનો એક મહત્ત્વનો ભાગ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામેના સંઘર્ષ સાથે જોડાયેલો છે. તે સમયે કાયદાકીય અને સામાજિક વ્યવસ્થામાં જાતિના આધારે ભેદભાવ જોવા મળતો હતો.
પિલ્લેએ વકીલ તરીકે એવા લોકોના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો, જેઓ અન્યાય અને ભેદભાવનો સામનો કરી રહ્યા હતા. તેમણે નેલ્સન મંડેલા સહિત રંગભેદ વિરોધી ચળવળ સાથે સંકળાયેલા લોકોના અધિકારોની રક્ષા માટે પણ કાયદાકીય કાર્ય કર્યું હતું.
તેમની આ સફર દર્શાવે છે કે કાયદાનો ઉપયોગ માત્ર વિવાદો ઉકેલવા માટે જ નહીં, પરંતુ માનવ અધિકારો અને સમાનતાનું રક્ષણ કરવા માટે પણ થઈ શકે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારના વડા તરીકે સેવા
નાવી પિલ્લેની આંતરરાષ્ટ્રીય ઓળખ ત્યારે વધુ મજબૂત બની, જ્યારે તેમણે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર માટેના હાઈ કમિશનર તરીકે જવાબદારી સંભાળી.
તેમણે 2008થી 2014 સુધી યુનાઇટેડ નેશન્સના હાઈ કમિશનર ફોર હ્યુમન રાઇટ્સ તરીકે સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન માનવાધિકારનું રક્ષણ, ભેદભાવ સામે લડત અને ન્યાયની પહોંચ જેવા મુદ્દાઓ પર તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
તેમના કાર્યમાં પીડિતોના અધિકારો, માનવ ગૌરવ અને આંતરરાષ્ટ્રીય કાયદાના અમલ પર ખાસ ભાર રહ્યો છે.
2026 Nobel Peace Prize laureate Navi Pillay’s commitment to universal legal principles and her firm moral compass are constants in a long career. Born into a family of Indian Tamil origin under apartheid in Durban, South Africa, Pillay became a lawyer and legal pioneer, confronting deep structural discrimination, segregation and exclusion. A common thread runs from her early work defending Nelson Mandela and others who stood up against apartheid to her service as a judge in some of the key international court cases of our time.
This year’s laureate has significantly enlarged the scope and impact of international law. She has served as a judge on the High Court in South Africa, the International Criminal Tribunal for Rwanda and the International Criminal Court. She was the United Nations High Commissioner for Human Rights and, until recently, she chaired the UN Independent International Commission of Inquiry on the Occupied Palestinian Territory. Today Navi Pillay is a judge on the International Court of Justice in the case where Myanmar stands accused of genocide.
In historic international court cases, she has shown that legal measures can help prevent acts of war and violence. Navi Pillay has also contributed to strengthen the institutions of international law. Her independence, expertise and steadfastness have made her one of the most respected international jurists of our time.
Learn more about the 2026 #NobelPeacePrize: https://t.co/JMjpp1jPKc
#NobelPeacePrize #NobelPrize
— The Nobel Prize (@NobelPrize) October 9, 2026
આંતરરાષ્ટ્રીય ન્યાયક્ષેત્રમાં પણ નોંધપાત્ર યોગદાન
નાવી પિલ્લે આંતરરાષ્ટ્રીય ન્યાયક્ષેત્રમાં પણ લાંબી કારકિર્દી ધરાવે છે. તેઓ રવાંડા માટેના આંતરરાષ્ટ્રીય ફોજદારી ટ્રિબ્યુનલમાં ન્યાયાધીશ તરીકે સેવા આપી ચૂક્યાં છે અને આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાય સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ કેસોમાં પણ તેમની ભૂમિકા રહી છે.
તેમનું કાર્ય એ વિચારને મજબૂત બનાવે છે કે યુદ્ધ, હિંસા કે રાજકીય સંઘર્ષના સમયમાં પણ ન્યાય અને કાયદાનું મહત્ત્વ ઓછું થતું નથી. માનવાધિકારોનું ઉલ્લંઘન થાય ત્યારે જવાબદારી નક્કી કરવી અને પીડિતોને ન્યાય અપાવવો શાંતિ સ્થાપિત કરવા માટે જરૂરી છે.
શા માટે મળ્યો 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર?
નોર્વેજિયન નોબેલ સમિતિએ નાવી પિલ્લેને આંતરરાષ્ટ્રીય કાયદા અને શાંતિને પ્રોત્સાહન આપવા માટેના તેમના પ્રયાસો બદલ આ સન્માન આપ્યું છે.
સમિતિના જણાવ્યા પ્રમાણે, નેલ્સન મંડેલા અને અન્ય રંગભેદ વિરોધી કાર્યકરોના અધિકારોની રક્ષા માટેના તેમના શરૂઆતના કાર્યથી લઈને આંતરરાષ્ટ્રીય ન્યાયક્ષેત્રમાં આપેલી સેવાઓ સુધી એક બાબત સતત જોવા મળે છે—ન્યાય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા.
આજે વિશ્વના અનેક ભાગોમાં યુદ્ધ અને સંઘર્ષ વધી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં વિવાદોનો ઉકેલ બળપ્રયોગને બદલે આંતરરાષ્ટ્રીય કાયદા અને ન્યાયિક સંસ્થાઓ દ્વારા લાવવાની જરૂરિયાત પર નોબેલ સમિતિએ ભાર મૂક્યો છે.

નાવી પિલ્લેની સફર શા માટે પ્રેરણાદાયક છે?
નાવી પિલ્લેની સફર માત્ર એક પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવવાની કહાની નથી. તે અસમાનતા સામે અવાજ ઉઠાવવાની, કાયદાના માધ્યમથી ન્યાય માટે લડવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવાધિકારોનું રક્ષણ કરવાની લાંબી યાત્રા છે.
સામાજિક ભેદભાવનો અનુભવ કરનાર એક યુવતીથી લઈને સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર વડા અને આંતરરાષ્ટ્રીય ન્યાયક્ષેત્રની જાણીતી હસ્તી બનવા સુધીની તેમની સફર બતાવે છે કે દૃઢ નિશ્ચય અને સતત પ્રયત્નો દ્વારા સમાજમાં પરિવર્તન લાવી શકાય છે.
