આજકાલ સોશ્યલ મીડિયાના રવાડે ચડી ખાસ કરીને યુવતીઓ બરબાદ થવાના કિસ્સા વધી રહયા છે ત્યારે નવસારીમાં આવીજ એક ઘટનામાં જાગૃત નાગરિકોની તકેદારીના પગલે એક યુવતીનું જીવન બરબાદ થતું અટકી ગયું હતું.
વિગતો મુજબ નવસારીની એક યુવતી મહારાષ્ટ્રના યુવાન સાથે સોશિયલ મીડિયા થકી પરિચયમાં આવ્યા બાદ યુવકની મીઠી મીઠી વાતોમાં આવી જતા તેને અજાણ્યા યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો આ યુવાન બેન્કમાં ઓફિસર હોવાનું જણાવતો હતો અને આઈકાર્ડ યુવતીને મોકલી લગ્નનો પ્રસ્તાવ મોકલતા યુવતીએ પોતાનું જીવન સુધરી જશે તેમ માની આ અંગે પોતાના માતાપિતાને એ અજાણ્યા યુવાન સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા તેણીના માતાપિતા પણ રાજી થઈ ગયા હતા.
જોકે જ્યારે લગ્ન માટે યુવાન એકલોજ યુવતીના ઘરે આવ્યો ત્યારે થોડું વિચિત્ર લાગ્યું હતું પણ તેમછતા યુવતીની મરજી હોય તેના ઘરવાળાઓ એ લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી.
જોકે,લગ્નના દિવસે યુવતીના પરિવારના એક જાગૃત સંબંધીએ આ યુવાનને એકલો જ લગ્ન કરવા કેમ આવ્યો અને માતા-પિતા અને મિત્રો અંગે પૂછતાં તેણે કોરોનામાં બધા મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યુ હતુ ત્યારબાદ નોકરી ક્યાં કરો છો? તે મામલે પૂછતાં
બેંકમાં કામ કરતો હોવાનો જે આઈડી કાર્ડ બતાવ્યો તે નકલી નીકળ્યો હતો બાદમાં કઈ જાતિ કે ધર્મનો છે તે જાણવા આધાર કાર્ડ માંગતા તે પણ ફોટા વગરનો બતાવ્યો હતો અને માત્ર પાછળનો ભાગ જ હોય આધાર કાર્ડ પણ બોગસ નીકળ્યું હતું ત્યારબાદ થયેલી પૂછતાછમાં આ અજાણ્યો ઇસમ ચીટર હોવાનું સામે આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.
યુવતીના પરિવારજનોએ લગ્ન કરવા આવેલ યુવાન ફ્રોડ હોવાનું જાણ થતા તેને માર મારીને હવે પછી કોઈ યુવતીનું જીવન બગાડશે તો પોલીસમાં સોંપી દેવાની ધમકી આપી જવા દીધો હતો.
આમ,ભોળા પરિવારની એક દીકરી કોઈ અજાણ્યા ઇસમની ચુંગાલમાં ફસી જીવન બરબાદ થતા બચી ગયુ હતું.
આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી હતી.