રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડએલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આજે નવસારી જિલ્લામાં ચાર કલાકમાં 13 ઇંચ વરસાદ પડતા સર્વત્ર જળ બંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
નવસારીમાં આજે 12 વાગ્યા સુધીમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં શહેર જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે.
નવસારીમાં સ્ટેશનની દાંડી તરફ જતો રસ્તો બંધ થઇ ગયો છે, જ્યારે વિઠ્ઠલ મંદિરમાં પાણી ભરાઇ ગયાં છે. નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં દીવાલ ધસી પડતા 2 કાર દબાઈ ગઈ છે.
ભારે વરસાદને કારણે એક ગેસ એજન્સીમાં ગોડાઉનમાં પડેલા ગેસના બાટલા તણાયા હતા.
ભારે વરસાદને પહલે દુકાન અને ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા અને નવસારીની ઝુમરૂ ગેસ એજન્સીના ગોડાઉનમાં પાણી ભરાતા ગેસની 50થી વધુ બોટલો ગેટ તોડી પાણીમા તણાઇ ગઇ હતી. તો શહેરના શાંતાદેવી વિસ્તારમાં એક કાર તણાઇ ગઇ હોવાના અહેવાલો છે