એક તરફ આખુ ગુજરાત હોળીના રંગમાં રંગાયું હતું તો બીજી તરફ નવસારીમાં નદી કિનારે ન્હાવા પડેલા આર્મી જવાનના મોતના સમાચાર સાંભળીને બારી પરિવારમાં માતમ છવાયો હતો. આર્મી જવાન ગણદેવીના મટવાડા નજીક પસાર થતી નદીના ઊંડા પાણીમાં ગરકાવ થતાં તેનું મોત નીપજ્યું હતું. નદીમાં ન્હાવા પડેલા આર્મી જવાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. સ્થાનિક લોકોએ જવાનને શોધવાની તજવીજ હાથધરી હતી. જોકે, તેનો મૃતદેહ હાથલાગ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે મૂળ વિજલપુરનો રહેવાસી સુશીલ મોતીભાઇ બારી આર્મીમાં ફરજ બજાવે છે. તેઓ ગુરુવારે નવસારી જિલ્લાના ગણદેવીના મટવાડા નદી પસાર થતી નદીમાં ન્હાવા પડ્યો હતો. જોકે, નદીના ઉંડા પાણીથી સાવ અજાણ સુશીલ નદીમાં ન્હાવા પડ્યો અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો.