દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ છે,નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે.
જિલ્લામાં વાંસદા તાલુકામા વીતેલા 24 કલાક દરમ્યાન 10 ઇંચથી વધુ વરસાદ તેમજ ડાંગના વઘઇ તાલુકામાં 7 ઇંચ વરસાદ પડતા કાવેરી અને અંબિકા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
ચીખલીના હરણ ગામના ડિસ્કો ફળિયામાં 40 કાચા મકાનોમાં પાણી ભરાયા હતા.કાવેરી નદી કિનારે વસેલા ફડેવલ ખુધ, હરણ સહિત અન્ય ગામોમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ છે.
નવસારીમાં ગુરૂકૂળ સુપા પાસે પૂર્ણા નદી બેકાંઠે વહી રહી છે જેમાં એક બોટ તણાઈને આવી હતી. ગુરૂકૂળ સુપા અને કુરેલ વચ્ચેનો સંપર્ક તૂટ્યો હોવાના અહેવાલો છે.
આમ,દક્ષિણ ગુજરાત અનરાધાર વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.