નવસારી જિલ્લાના માછીમારો સાથે ની જગવંદન નામની બોટ 8 ખલાસીઓ સાથે દરિયામાં લાપતા થયા હોવાના અહેવાલ છે,છેલ્લા 10 દિવસ થી લાપતા બનેલા માછીમારો અને અદડી છાપરા ગામના ચાર તથા ચાર યુવાનો જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામના હોવાનું સામે આવ્યું છે.
મુંબઈના ભાઉ ચા ધક્કા બંદર ઉપરથી જગવંદન બોટ લઈને આ યુવાનો માછીમારી કરવા ગયા હતા જેઓ નો કોઇ પત્તો નહિ મળતા તેઓ ના પરિવારજનો માં ચિંતા પ્રસરી છે.
નવસારીના છાપરા રોડના અદડી ખાતે રહતા હળપતિ સમાજના ચાર ખલાસીઓ અનિલ રમેશભાઈ હળપતિ, તેમના ભાઈ અમિત હળપતિ, શંકરભાઈ હળપતિ અને નિમેશ હળપતી મુંબઈ ખાતે કૈલાશ સોલંકી નામના વેપારી ની જગવંદન નામની બોટમાં અરબ સાગરમાં માછીમારી કરવા માટે ગયા હતા તેઓ કુલ 8 ખલાસીઓ બોટ માં હતા ત્યારબાદ તેમનો વાયરલેસ ઉપર સંપર્ક તૂટી ગયો છે.
દસ દિવસથી બોટ અને ખલાસીઓ નો કોઈ પત્તો નહિ મળતા મુંબઈ પોલીસે યુવાનો અને બોટની શોધખોળ હાથ ધરી હતી પણ હજુસુધી કોઈ પત્તો નહિ મળતા ગુમસુદા ખલાસીઓ ના પરિવારજનો માં ચિંતા જન્મી છે.
