વલસાડ,બીલીમોરા, નવસારી જિલ્લાના મુસાફરોને ઉત્તમ મુસાફરીનો લાભ મળી રહે તે માટે નવી બસો મુકવામાં આવી રહી છે ત્યારે નવસારી ના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઇ તેમજ નવસારી- વિજલપોર નગર પાલિકાના પ્રમુખ જીગીશભાઈ શાહ ધ્વારા લીલી ઝંડી આપી નવી નકોર 2×2 લકઝરી બસ નુ પ્રસ્થાન કરાવ્યું હતું.
આ નવી બસ સવારે 7.30 કલાકે નવસારી થી ઉપડી સુરત-વડોદરા -ભાવનગર થઈને સાજે 18.25 કલાકે બગદાણા પહોંચશે જ્યારે બીજ દિવસે સવારે 7-30 કલાકે બગદાણા થી ઉપડી પરત ફરશે,બસ નું બગદાણા સુધીનું ભાડુ રૂપિયા 283 રાખવામાં આવ્યું છે.
વલસાડ વિભાગમાં આવતાબીલીમોરા ડેપો ખાતે પણ બીલીમોરા-બહુચરાજી રૂટની નવી બસ સર્વિસને ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલના હસ્તે સવારે ૮-૩૦ કલાકે લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી.
આ નવી બસો બીલીમોરા-બહુચરાજી બીલીમોરા ડેપોથી સવારે ૮-૦૦ કલાકે નીકળી સાંજે ૧૮-૨૫ કલાકે બહુચરાજી ખાતે પહોંચશે અને બહુચરાજી થી સવારે ૭-૨૫ કલાકે નીકળી બીલીમોરા ખાતે સાંજે ૧૭-૪૦ કલાકે આવશે.
બસ સર્વિસ માટે રૂા.૨૪૮/- ભાડુ રખવામાં આવ્યું છે. બસ સર્વિસનું ઓનલાઇન બુકીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ નવી બસ સેવાનો વધુને વધુ લાભ લેવા જણાવાયુ છે.