ગણદેવી તાલુકાના ભાઠલા ગામે ગીતા રબારીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જેમાં નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે ડાયરાની રમઝટ બોલાવીની ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.
નવસારીમાં ગીતા રબારીએ ડાયરાની રમઝટ બોલાવી હતી. નવસારીના ભાઠલા ગામે ડાયરામાં રૂપિયા અને અમેરિકન ડોલરનો વરસાદ થયો હતો. આ ડાયરો એમ્બ્યુલન્સ અને બાળકોના ભણતર માટે યોજવામાં આવ્યો હતો. આ ડાયરામાં નવસારી ભાજપના MLA દ્વારા પણ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત એનઆરઆઈની સંખ્યા વધુ હોવાથી રૂપિયાની સાથે ડોલરોનો પણ વરસાદ થયો હતો. નવસારીના ડાયરામાં પ્રથમવાર ડોલરનો વરસાદ થયાની ઘટના સામે આવી છે. આ ડાયરો એમ્બ્યુલન્સ અને અનાથ બાળકોના ભણતર માટે યોજવામાં આવ્યો હતો.