નવસારીના વાંસદા તાલુકાનો કેલીયા ડેમ 113.40 મીટર પાર કરતા ઓવરફ્લો થયો છે. કેલીયા ડેમના કેચમેન્ટમાં પાણી આવતા 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 19 ગામોને સિંચાઈનું પાણી આપતો કેલિયા ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી વ્યાપી હતી.

વરસતા વરસાદે દક્ષિણ ગુજરાતના પટ્ટાને લીલોછમ અને હરિયાળો બનાવ્યો છે. હજી પણ મેઘરાજા છે કે અટકવાનું નામ લેતા નથી લેતા, જેના કારણે નદી નાળા અને ડેમો છલકાય ગયા છે. જૂજ અને દેવધા ડેમ બાદ આજે કેલીયા ડેમની સપાટી 113.40 મીટરને આંબી જતા કેલીયા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ભરાવવાને લઈને 19 ગામોની ખેતીને સિંચાઇનો લાભાલાભ થશે. જોકે ખરેરા નદીમાં 482 ક્યુસેક પાણીનો ઓવરફલો રહેવાને કારણે ખરેરા કિનારેના 10 થી વધુ ગામોને તંત્ર દ્વારા એલર્ટ પણ કરવામાં આવ્યા છે.