નવસારીના મેંધર ભાટ ગામે આવેલા ઝીંગા તળાવમાં 31 જેટલા લોકો ફસાયા. જેમને બચાવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી. એક માળ સુધી પાણી ભરાવાના કારણે લોકો મકાનના છાપરા પર ચઢી ગયા હતા. જેમને બચાવવા વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા રેસ્કયુ આપરેશન હાથ ધરવામાં આવ્યું.

વાયુસેનાના જવાનોએ 29 લોકોનું રેસ્ક્યુ કરી સુરત ખસેડ્યા છે. જ્યારે કે બે લોકોનું રેસ્કયુ હજુ બાકી છે. નર્મદામાં પણ પાણી ઘૂસી ગયા છે.નર્મદાના રાજપીપળામાં ભારે વરસાદના કારણે લોકોની હાલાકી વધી છે. રાજપીપળાના પોષ વિસ્તાર સફેદ ટાવર સહિતના વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા..

જ્યારે રાજપીપળા નજીક વડીયા ગામે આવેલી સોસાયટીઓમાં પણ પાણી ઘૂસ્યા છે. જે સોસાયટીમાં પાણી ભરાયા તેમા સત્યમ નગર, રામેશ્વરમ, સાંઈદર્શન અને રોયલ સન સીટીનો સમાવેશ થાય છે. કેટલાક વિસ્તારમાં ત્રણ ફૂટ સુધી પાણી ભરાયુ છે. જેથી લોકોની હાલાકી વધી છે.