રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસ યથાવત છે, ત્યારે બીજી તરફ આ મહામારીને કારણે સરકારે લગ્નપ્રસંગમાં પણ સરકારે નિર્યત સંખ્યા નક્કી કરી છે. ત્યારે આ વચ્ચે નવસારી ખાતેથી નવસારીના વિજલપોરમાં કોરોના મહામારી વચ્ચે નિયમોના ઉલ્લંઘન સાથે લગ્ન સમારંભ આયોજિત થતા પોલીસે કાર્યવાહી કરી છે.લગ્ન પ્રસંગમાં 300થી વધુ લોકો જોડાતા પોલીસે લગ્નના રંગમાં ભંગ પાડ્યો અને જાનૈયાઓને પોલીસ સટેશન લઈ જવાયા હતા..પાટીલ સમાજની વાડીમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો…વરરાજાના બનેવી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી.વરરાજના ભાઈના મતે 50 લોકોની પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી આપવામાં આવી હતી..પણ એકાએક જાનૈયાઓનું ટોળુ ઉમટી પડતા ટોળુ ઘટે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા..પરંતુ તે પહેલા પોલીસ આવી અને કાર્યવાહી કરવામાં આવી.
