નવસારીના કાછોલી ગામે આંબાવાડીમાં કેરી ચોરીમાં થયેલી જૂથ અથડામણમા પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો. કાછોલી ગામે આંબાવાડીમાંથી અંદાજે 8 મણ જેટલી કેરીની ગત ૧૭મીએ ચોરી થઇ હતી. આ ચોરી બાદ એક કોમના જૂથે બીજી કોમના વ્યક્તિને માર્યાની જાણકારી મળી હતી. આ માર માર્યાની અદાવતમાં ગત રાત્રીએ એક મોટું ટોળું આવીને માર મારનારના ઘરો પર પથ્થરમારો કર્યો હતો. અથડામણના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો. જેમાં ડીવાયએસપીને કપાળના ભાગે ઇજા થઇ હતી. પરિસ્થિતિ વધુ વણસતા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. આ સમગ્ર જુથ અથડામણ અને પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.
