ઑફ-રોડિંગનો નવો બાદશાહ! MG Majestor નું ટોપ વેરિઅન્ટ ભારતમાં લૉન્ચ, ફોર્ચ્યુનરના કિંગડમને આપશે સીધી ટક્કર
ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં દબદબો ધરાવતી ટોયોટા ફોર્ચ્યુનર (Toyota Fortuner) ને ટક્કર આપવા માટે વધુ એક દમદાર ખેલાડીની એન્ટ્રી થઈ ચૂકી છે. જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા (JSW MG Motor India) એ પોતાની મોસ્ટ અવેટેડ પ્રીમિયમ એસયુવી એમજી મેજેસ્ટર (MG Majestor) ના ટોપ-એન્ડ વેરિઅન્ટ્સ ભારતીય બજારમાં સત્તાવાર રીતે લૉન્ચ કરી દીધા છે.
આ નવી લક્ઝુરિયસ એસયુવી પોતાના વિશાળ કદ, શક્તિશાળી એન્જિન અને આધુનિક ફીચર્સના જોરે ભારતના પ્રીમિયમ SUV સેગમેન્ટમાં નવો સૂર્યોદય લાવવા માટે તૈયાર છે. કંપનીએ અત્યારે સૌથી પહેલા તેના હાઈ-એન્ડ વેરિઅન્ટ્સની કિંમતો જાહેર કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.
કિંમત અને પ્રી-બુકિંગની વિગતો
કંપનીએ એમજી મેજેસ્ટરના સિંગલ અને ફોર-વ્હીલ ડ્રાઇવ બંને વેરિઅન્ટના ટોપ મોડલની કિંમતો જાહેર કરી છે:
4×2 ઓટોમેટિક ટોપ વેરિઅન્ટ: આ મોડલની શરૂઆતી કિંમત ૪૦.૯૯ લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે.
4×4 ઓટોમેટિક ટોપ વેરિઅન્ટ: આ વધુ પાવરફુલ ઓફ-રોડિંગ મોડલની કિંમત ૪૪.૯૯ લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.
કંપની તેના બાકીના લોઅર અને મિડ-વેરિઅન્ટ્સની કિંમતો આગામી સમયમાં તબક્કાવાર જાહેર કરશે. ખાસ વાત એ છે કે નવી એમજી મેજેસ્ટર માટે સત્તાવાર પ્રી-બુકિંગ આજથી જ શરૂ થઈ ગયું છે. આ પ્રીમિયમ એસયુવી ખરીદવા ઈચ્છતા ગ્રાહકો એમજી મોટરની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન જઈને અથવા પોતાના નજીકના એમજી ડીલરશીપની મુલાકાત લઈને માત્ર ૪૧,૦૦૦ રૂપિયાની ટોકન અમાઉન્ટ ચૂકવીને તેને બુક કરાવી શકે છે.
એન્જિન અને પાવર: ઑફ-રોડિંગ માટે ખાસ તૈયાર કરાયેલું મશીન
એમજી મેજેસ્ટરના બોનેટ નીચે એક અત્યંત શક્તિશાળી એન્જિન ધબકે છે. આ એસયુવીમાં ૨.૦-લીટરનું ટ્વિન-ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એ જ પ્રખ્યાત એન્જિન છે જે એમજીની પ્રીમિયમ કાર ‘ગ્લોસ્ટર’ ના હાઈ વેરિઅન્ટ્સમાં પણ જોવા મળે છે.
આ દમદાર એન્જિન ૨૧૫ હોર્સપાવર (hp) નો મહત્તમ પાવર અને ૪૭૮.૫ ન્યૂટન મીટર (Nm) નો ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. ગિયરબોક્સની વાત કરીએ તો, તેમાં ૮-સ્પીડ ટોર્ક-કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ તરીકે મળે છે, જે લો-રેન્જ ગિયર રેશિયો ધરાવતા પ્રોપર ફોર-વ્હીલ ડ્રાઇવ (4WD) સેટઅપ સાથે જોડાયેલું છે. અઘરા રસ્તાઓ અને એડવેન્ચરના શોખીનો માટે આ એસયુવીમાં ત્રણ લોકિંગ ડિફરન્સિયલ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, કારમાં સ્નો (બ્રફ), રૉક (પથ્થર), સેન્ડ (રેતી), મડ (કાદવ) અને નોર્મલ સહિતના મલ્ટિપલ ડ્રાઇવિંગ મોડ્સ મળે છે, જે ગમે તેવા ખરાબ રસ્તાઓ પર ગાડીને સરળતાથી આગળ વધારે છે.
આલીશાન કેબિન અને આધુનિક ફીચર્સની ભરમાર
મેજેસ્ટરની અંદર પ્રવેશતા જ તમને એક લક્ઝુરિયસ અને પ્રીમિયમ ફિલિંગ મળશે. કારના ઇન્ટિરિયરને સિલ્વર એક્સેન્ટ્સ (ડિઝાઇન લાઇન) સાથે પ્રીમિયમ બ્લેક કલરની થીમ આપવામાં આવી છે. ડેશબોર્ડ પર આધુનિક ૩-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ અને બે મોટા ૧૨.૩ ઇંચના ડિસ્પ્લે કનેક્ટેડ સ્ટાઇલમાં ગોઠવવામાં આવ્યા છે. આ બે ડિસ્પ્લેમાંથી એક મનોરંજન માટેનું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે અને બીજું ડ્રાઇવર માટેનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ છે. આ એસયુવી માર્કેટમાં ૬ અને ૭ સીટરના બે ઓપ્શન સાથે ઉપલબ્ધ છે, જેમાં પ્રીમિયમ લેધરેટ અપહોલ્સ્ટ્રી સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવી છે.
જો તમે આ એસયુવીનું સૌથી ટોપ-ટાયર ‘સેવી’ (Savvy) ટ્રિમ ખરીદો છો, તો તેમાં સુવિધાઓનો ખજાનો મળે છે:
વિશાળ પેનોરેમિક સનરૂફ
૧૨ સ્પીકર્સ વાળું પ્રીમિયમ ‘JBL સ્ટુડિયો ઓડિયો સિસ્ટમ’
ઓટોમેટિક પાઉર્ડ ટેલગેટ (ડિગી)
૩-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ એસી
૩૬૦-ડિગ્રી કેમેરા અને ડ્યુઅલ વાયરલેસ ફોન ચાર્જિંગ સ્ટેશન
ડ્રાઇવર માટે ૧૨-વે પાવર-એડજસ્ટેબલ સીટ (જે મેમરી ફંક્શન સાથે આઉટસાઇડ રીઅરવ્યૂ મિરર-ORVM સાથે લિંક છે)
ફ્રન્ટ પેસેન્જર માટે ૮-વે પાવર-એડજસ્ટેબલ સીટ
આગળની બંને સીટોમાં કૂલિંગ (વેન્ટિલેશન) અને મસાજની ખાસ સુવિધા
કેબિનના મૂડને બદલવા માટે ૬૪-કકલર એમબીએન્ટ લાઇટિંગ
ડિઝાઇન અને રોડ પ્રેઝન્સ: રસ્તા પર સિંહ જેવી સવારી
દેખાવની વાત કરીએ તો, એમજી મેજેસ્ટરનો બોક્સી ડિઝાઇન અને સીધો, ઉંચો સ્ટાન તેને રસ્તા પર એક દમદાર રોડ પ્રેઝન્સ આપે છે. કારની આગળની બાજુએ એક વિશાળ ક્રોમ ગ્રિલ આપવામાં આવી છે, જેની બંને તરફ ઉભી ઢલાણવાળી આકર્ષક એલઇડી હેડલાઇટ્સ છે. ફ્રન્ટ લુકને વધુ શાર્પ બનાવવા માટે આઇબ્રો (ભમર) ના આકારની સ્લીક એલઇડી ડીઆરએલ્સ (LED DRLs) આપવામાં આવી છે. આગળનું બમ્પર પણ ખૂબ મજબૂત છે અને તેની નીચે સિલ્વર કલરની સ્કીડ પ્લેટ લગાવવામાં આવી છે, જે એસયુવીને અસલી ઓફ-રોડર લુક આપે છે.
ગાડીની સાઇડ પ્રોફાઇલમાં ૧૯ ઇંચના વિશાળ ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે, જે વ્હીલ આર્ચ ક્લેડિંગથી કવર્ડ છે. કારની ઉંચાઈ વધુ હોવાથી સરળ એન્ટ્રી અને એક્ઝિટ માટે કંપનીએ સાઇડ સ્ટેપ્સ પણ આપ્યા છે. પાછળની તરફ નજર કરીએ તો, આજના ટ્રેન્ડ મુજબની કનેક્ટેડ એલઇડી ટેલ લાઇટ્સ જોવા મળે છે, જેની બરાબર ઉપર આઇકોનિક મોરિસ ગેરાજ (Morris Garages) નું બ્રાન્ડિંગ લોગો છે. રિયર બમ્પરમાં બ્લેક ક્લેડિંગ સાથે બંને બાજુએ ક્રોમ ફિનિશ વાળા એક્ઝોસ્ટ ટિપ્સ (સાયલેન્સર) આપવામાં આવ્યા છે, જે કારના સ્પોર્ટી લુકને કમ્પ્લીટ કરે છે.
પરિમાણ અને ગ્રાઉન્ડ ક્લીયરન્સ: ગમે તેટલા ઊંડા પાણીમાંથી પણ નીકળી જશે
આ એસયુવીનું કદ એટલું મોટું છે કે તે રસ્તા પર ચાલતી હશે ત્યારે લોકોની નજર તેના પર અટકી જશે. ખરાબ અને પથરાળ રસ્તાઓ પર નીચેથી ગાડી અડી ન જાય તે માટે તેમાં ૨૧૯ મીમી (mm) નું શાનદાર ગ્રાઉન્ડ ક્લીયરન્સ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત, તેની વોટર વેડિંગ કેપેસિટી (પાણીમાં ચાલવાની ક્ષમતા) ૮૧૦ મીમીની છે, એટલે કે ચોમાસામાં ભરાયેલા પૂરના પાણી કે ઊંડા નાળાઓમાંથી પણ આ એસયુવી કોઈ પણ ડર વગર આસાનીથી પસાર થઈ શકે છે. જો તેના ચોક્કસ પરિમાણો (Dimensions) ની વાત કરીએ તો:
લંબાઈ: ૫,૦૪૬ મીમી
પહોળાઈ: ૨,૦૧૬ મીમી
ઊંચાઈ: ૧,૮૭૦ મીમી
વ્હીલબેઝ: ૨,૯૫૦ મીમી
આ વિશાળ પરિમાણોના કારણે કારની અંદર ત્રીજી રો (લાઈન) માં બેસનારા પેસેન્જર્સને પણ અદભુત લેગરૂમ અને હેડરૂમ મળે છે, જે લાંબી મુસાફરીને આરામદાયક બનાવે છે.

