નોબેલ પુરસ્કાર 2025: તબીબી ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત, મેરી ઈ. બ્રુનકો, ફ્રેડ રામ્સડેલ અને શિમોન સાકાગુચીને સન્માન
તબીબી (મેડિસિન) ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ ગઈ છે. આ વર્ષે ‘ફિઝિયોલોજી અથવા મેડિસિન’ (Physiology or Medicine) માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
વર્ષ 2025ના નોબેલ પુરસ્કારોની જાહેરાત સોમવારથી શરૂ થઈ ગઈ છે. તેની શરૂઆત સ્ટોકહોમની કેરોલિન્સ્કા સંસ્થામાં એક સમિતિ દ્વારા તબીબી ક્ષેત્રના પુરસ્કારની ઘોષણા સાથે થઈ છે.
આ વર્ષે, તબીબી ક્ષેત્રે યોગદાન બદલ મેરી ઈ. બ્રુનકો (Mary E. Brunke), ફ્રેડ રામ્સડેલ (Fred Ramsdell) અને શિમોન સાકાગુચી (Shimon Sakaguchi) ને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તબીબી ક્ષેત્રે આપવામાં આવતા નોબેલ પુરસ્કારને સત્તાવાર રીતે ‘ફિઝિયોલોજી અથવા મેડિસિન’ ના નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે.
આ સન્માન 1901 થી 2024ની વચ્ચે 115 વખત 229 નોબેલ વિજેતાઓને આપવામાં આવ્યું છે.