ODI World Cup 2027: ICCનો માસ્ટર પ્લાન, હવે વનડે વિશ્વકપ પહેલા કરતા પણ વધુ ભવ્ય અને મોટો હશે

3 Min Read

ODI World Cup 2027: ICC નો માસ્ટર પ્લાન, 24 વર્ષ જૂના ફોર્મેટની થશે વાપસી, જાણો કેમ આ વખતે વર્લ્ડ કપ હશે વધુ રોમાંચક

ક્રિકેટ જગત અત્યારે ભલે આઈપીએલના રંગમાં રંગાયેલું હોય, પરંતુ પડદા પાછળ વર્ષ 2027માં યોજાનારા વનડે વિશ્વકપની તૈયારીઓ અત્યારથી જ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ વખતે વર્લ્ડ કપને પહેલા કરતા પણ વધુ વિશાળ અને રોમાંચક બનાવવાનું નક્કી કર્યું છે. સૌથી મહત્વના સમાચાર એ છે કે, ICC ફરી એકવાર વર્ષ 2003ના એ ઐતિહાસિક ફોર્મેટને પાછું લાવી રહ્યું છે, જેણે ક્રિકેટ પ્રેમીઓને ભારે મનોરંજન પૂરું પાડ્યું હતું. ચાલો જાણીએ કે આગામી વર્લ્ડ કપમાં શું નવું જોવા મળશે.

sa1.jpg

- Advertisement -

આફ્રિકાના ત્રણ દેશોમાં રમાશે ટૂર્નામેન્ટ: નામિબિયા રચશે ઈતિહાસ

વર્ષ 2027 ના વનડે વર્લ્ડ કપની યજમાની આ વખતે કોઈ એક દેશ નહીં, પરંતુ ત્રણ દેશો સંયુક્ત રીતે કરશે. દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેની સાથે આ વખતે નામિબિયાને પણ યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ‘એસોસિએટ નેશન’ ને વિશ્વકપ જેવી મોટી ટુર્નામેન્ટની યજમાની સોંપવામાં આવી હોય. આશરે 24 વર્ષના લાંબા ગાળા પછી આફ્રિકા ખંડમાં વર્લ્ડ કપ પરત ફરી રહ્યો છે. છેલ્લે 2003માં અહીં વર્લ્ડ કપ યોજાયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું હતું અને ભારત ફાઈનલમાં હાર્યું હતું.

વધારે ટીમો, વધારે મેચો: 48 થી વધીને 54 થશે મુકાબલા

આ વખતે વર્લ્ડ કપનું કદ ઘણું મોટું થવા જઈ રહ્યું છે. 2023 ના વર્લ્ડ કપમાં માત્ર 10 ટીમોએ ભાગ લીધો હતો અને કુલ 48 મેચો રમાઈ હતી. પરંતુ 2027 માં 14 ટીમો મેદાનમાં ઉતરશે અને મેચોની સંખ્યા વધીને 54 થઈ જશે. 14 ટીમોને 7-7 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપની ટોપ-3 ટીમો ‘સુપર-6’ રાઉન્ડમાં પ્રવેશ કરશે.

- Advertisement -

આ ફોર્મેટની સૌથી ખાસ વાત એ છે કે, જે ટીમો સુપર-6 માં પહોંચશે, તેઓ ગ્રુપ સ્ટેજમાં જીતેલી મેચોના પોઈન્ટ્સ પણ આગળ લઈ જઈ શકશે. જોકે, આ પોઈન્ટ્સ માત્ર ત્યારે જ ગણાશે જો તમે સુપર-6 માં પહોંચેલી અન્ય ટીમોને હરાવી હોય. આનાથી દરેક લીગ મેચનું મહત્વ વધી જશે.

sa.jpg

દક્ષિણ આફ્રિકામાં રમાશે સૌથી વધુ મેચો

ભલે યજમાની ત્રણ દેશો પાસે હોય, પરંતુ ટુર્નામેન્ટનો મુખ્ય હિસ્સો દક્ષિણ આફ્રિકામાં જ યોજાશે. કુલ 54 મેચોમાંથી 44 મેચો દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ, કેપ ટાઉન અને ડરબન જેવા આધુનિક સ્ટેડિયમોમાં રમાશે. બાકીની 10 મેચો ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજવાનું આયોજન છે. ભારત માટે આ વર્લ્ડ કપ ખૂબ જ મહત્વનો રહેશે, કારણ કે 2003 માં જે અધૂરું સપનું રહી ગયું હતું, તેને ટીમ ઈન્ડિયા આ જ મેદાન પર પૂરું કરવા ઈચ્છશે.

- Advertisement -
TAGGED:
Share This Article