71 ગુના, 17 રાજ્યો અને 200 કરોડનું ફ્રોડ: સુરત પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર રેકેટના મુખ્ય સૂત્રધારોને દબોચ્યા
એન્કર : સુરત એસઓજી દ્વારા આંતરરાષ્ટ્રીય ચાઈનીઝ ગેંગ ના સંપર્કમાં રહેલી અને સાયબર ફ્રોડ આચરતી ગેંગને સુરતના ડીંડોલી વિસ્તારમાંથી ઝડપી પાડી છે. શ્રી ક્રિષ્ણા પેકર્સ અને મુવર્સની ઓફિસની આડમાં ચાલતા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી સહિત પાંચ શખ્સો ની ધરપકડ કરી છે.જે આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકની ચેકબૂક,પાસબુક,atm કાર્ડ,ડેબિટ કાર્ડ,કોમ્પ્યુટર, પાનકાર્ડ આધારકાર્ડ, બેન્ક એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ, પાર્ટનરશીપ ડિડ, ભાડા કરાર ના ડોક્યુમેન્ટ સહિત 10.19 લાખની મત્તા નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ પાસેથી મળી આવેલ 14 જેટલા મ્યુલ બેન્ક એકાઉન્ટની તપાસ કરતા અલગ અલગ રાજ્યોમાં કુલ 71 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જેમાં અંદાજિત 200 કરોડથી પણ વધુના નાણા ની છેતરપિંડી કરવામાં આવી છે.
વી ઓ 1 : ગુજરાત પોલીસ દ્વારા હાલ સમગ્ર રાજ્યમાં ઓપરેશન “મ્યૂલ એકાઉન્ટ”ચલાવવામાં આવી રહ્યું છે.જે ઓપરેશનમાં સુરત sog ની ટીમ પણ હાલ કામ કરી રહી છે. જે અન્વયે સુરત sog ને આંતરરાષ્ટ્રીય સાઈબર ફ્રોડ ના રેકેટને ઝડપી પાડવામાં સૌથી મોટી સફળતા હાથ લાગી છે. એસઓજીએ 200 કરોડથી પણ વધુના સાયબર ફ્રોડ ના ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જે પૈકીનો મુખ્ય આરોપી પ્રતિક વસાવા છે.
સુરત એસઓજીના જણાવ્યા અનુસાર, સાયબર ફ્રોડ આચરનાર ટોળકી દ્વારા હાલ નવો ટ્રેન્ડ અપનાવવામાં આવી રહ્યો છે. જેમાં સાયબર ફ્રોડ આચરતી ટોળકીઓ દ્વારા બોગસ પેઢી ઉભી કરવામાં આવે છે. જે પેઢીના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી લોકોને પૈસાના અલગ અલગ પ્રલોભનો અને લાલચ આપવામાં આવે છે. જે બાદ તેઓના નામે કરંટ અને સેવિંગ બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં આવે છે. જે બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ થી મેળવવામાં આવતા નાણા ટ્રાન્સફર કરાવી તેમજ યુએસડીટી માં કન્વર્ટ કરાવવામાં આવે છે. દેશ-વિદેશમાં તે નાણા ટ્રાન્સફર કરી ગુના આચરવામાં આવે છે. જે પ્રકારની ટોળકી છેલ્લા પાંચ વર્ષથી સુરતના ડીંડોલી વિસ્તારમાં સક્રિય છે.
માહિતીના આધારે સુરત એસોજી ની ટીમ દ્વારા ડીંડોલીના મંગલ પાર્ક સોસાયટી નજીક આવેલ ગ્રીનવેલી શોપિંગ કોમ્પ્લેક્સ ની એક ઓફિસમાં છાપો મારવામાં આવ્યો હતો.શ્રી ક્રિષ્ણા પેકર્સ અને મૂવર્સ નામની ઓફિસમાં છાપો મારવામાં આવ્યો હતો. જ્યાંથી પ્રતીક પ્રફુલ ગોરધનભાઈ વસાવા, દિપક ઉમાદત વેદનાથ પાંડે, રૂપેશ દિગંબર દેવીદાસ હાંડગે અને ભૂષણ પ્રવીણ પ્રતાપ પાટીલ ને ઝડપી પાડવામાં આવ્યા હતા.જે આરોપીઓની પૂછપરછ માં લિંબાયત વિસ્તારના સલીમ ઉર્ફે સમીર આરટીઓ અબ્બાસ અલિમિયા સૈયદ નું નામ ખુલ્યું હતું. જે આરોપીને પણ sog ની ટીમ દ્વારા લિંબાયત વિસ્તારમાંથી ઝડપી પડાયો હતો.
સુરત એસઓજી દ્વારા સ્થળ પરથી સાત મોબાઈલ, બે કોમ્પ્યુટર, નવ અલગ અલગ બેંકની ચેકબુક, ચાર પાસબુક, સાત અલગ અલગ બેંકના એટીએમ અને ડેબિટ કાર્ડ, પાંચ સીમકાર્ડ કબજે કરવામાં આવ્યા હતા. ઉપરાંત અલગ અલગ ફર્મના નામના સ્ટેમ્પ અને આઠ જેટલા સિક્કા મળી આવ્યા હતા. જ્યારે પાનકાર્ડ, આધારકાર્ડ, બેન્ક એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ, પાર્ટનરશીપ ડીડ , ભાડા કરાર ના ડોક્યુમેન્ટ સહિત રોકડા રૂપિયા 7,500 ની મત્તા જપ્ત કરવામાં આવી હતી. આ સાથે એક હોન્ડા સિટી કાર મળી કુલ 10.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની અટકાયત કરી આકરી ઢબે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
વોક થ્રુજે પૂછપરછ માં આરોપીઓ પાસેથી મળી આવેલા 14 જેટલા મ્યુલ બેંક એકાઉન્ટ માં 200 કરોડથી પણ વધુના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. જેમાં 200 કરોડથી વધુની સાઇબર ફ્રોડની ફરિયાદ આ 14 જેટલા બેંક એકાઉન્ટો પર અલગ અલગ રાજ્યોમાં નોંધાઈ હતી. જેમાં કુલ 71 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ નો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતમાં 8, બિહારમાં 2, દિલ્હીમાં 3, હરિયાણામાં 3, કર્ણાટકમાં 08, મહારાષ્ટ્રમાં 12, ઓડિશામાં 2, પંજાબમાં 3, રાજસ્થાનમાં 4, તમિલનાડુમાં 4, ઉત્તર પ્રદેશમાં06, પશ્ચિમ બંગાળમાં 4, તેલંગાના માં 5, આંધ્ર પ્રદેશ અને ગોવામાં 1-1 જ્યારે છત્તીસગઢમાં 2 અને ઝારખંડમાં 1 સાયબર ક્રાઇમ ની ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
તમામ આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા એવી હકીકત સામે આવી હતી કે, આરોપીઓ પોતાના મળતીયાઓ સાથે મળી આ સમગ્ર આંતરરાષ્ટ્રીય સાઈબર ફ્રોડ નું રેકેટ ચલાવતા હતા. પોતાના મળતીયાઓ સાથે મળી ₹20,000 થી 25,000 માં અલગ અલગ બેન્ક એકાઉન્ટ તેમજ સીમકાર્ડ મેળવતા હતા. જે બાદ ઓનલાઇન બેંક એકાઉન્ટ લોગીન કરી યુઝર અને પાસવર્ડ બનાવી ઇન્ટરનેટના માધ્યમથી લોકોને ખોટી ઓળખ આપતા હતા. ત્યારબાદ અલગ અલગ સાયબર ફ્રોડ કરી પોતાની પાસે રહેલ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણા મેળવતા હતા.
ઉપરાંત આરોપીઓ ટેલિગ્રામ મારફતે ચાઈનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતા. જે ચાઈનીઝ ગેંગ દ્વારા ભારતના લોકો સાથે અલગ અલગ પ્રકારે છેતરપિંડી આચરતા હતા. જે છેતરપિંડી થી મેળવેલા ફ્રોડ ના નાણા યુએસડીટીમાં માં કન્વર્ટ કરતા હતા.જે નાણા usdt માં કન્વર્ટ કરવાનું કામ લિંબાયત નો સલીમ ઉર્ફે સમીર આરટીઓ કરતો હતો. મુખ્ય આરોપી પ્રતિક વસાવા અને સલીમ આ સાઇબર ફ્રોડ ના નાણા usdt માં કન્વર્ટ કર્યા બાદ દુબઈ બેઠેલી ચાઈનીઝ ગેંગને મોકલતા હતા. જેમાં મુખ્ય આરોપી પ્રતીકને 20 ટકા જેટલું કમિશન મળતું હતું.
બાઈટ : રાજદીપસિંહ નકુમ (ડીસીપી સુરત sog )
વી ઓ 2 : ઝડપાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી પ્રતિક વસાવા વિરુદ્ધ ડીંડોલી અને ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં કુલ છ જેટલા ગુના રજીસ્ટર થઈ ચૂક્યા છે. જેમાં પ્રતિક વિરુદ્ધ તેના જ મિત્રની પત્નીને છેડતી કરવા અંગેનો ગુનો પણ અગાઉ રજીસ્ટર થઈ ચૂક્યો છે.જ્યારે દિપક પાંડે વિરુદ્ધ પણ ડીંડોલી પાંડેસરા લિંબાયત અને વલસાડના પારડી પોલીસ સ્ટેશનમાં કુલ સાત જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયા છે. આ સાથે જ આરોપી રૂપેશ હાંડગે વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશન જ્યારે ભૂષણ પાટીલ વિરુદ્ધ પણ ત્રણ જેટલા ગુનાઓ ડીંડોલી અને ગાંધીનગર cid ક્રાઈમમાં નોંધાઈ ચૂક્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં સલીમ આરટીઓ અગાઉ આરટીઓ એજન્ટ હતો. જે હાલ વાહનોની લે વેચનો ધંધો પણ કરે છે.
સુરત sog ના ડીસીપી રાજદીપ સિંહ નકુમે જણાવ્યું છે કે આરોપીઓ પાસેથી મળી આવેલા મહત્વના જે પુરાવાઓ છે તેના આધારે તપાસ તેજ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી મોબાઇલ અને લેપટોપ કબજે લેવામાં આવ્યું છે. જેની પણ ઝીનવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. 200 કરોડથી વધુના સાયબર ફ્રોડ રેકેટ ની ઊંડાણપૂર્વકની તપાસ કરવા દેશની ED,GST વિભાગ,IT સહિત વિવિધ તપાસ એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે. જે બાદ વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ રહેલી છે.
બાઈટ : રાજદીપસિંહ નકુમ (ડીસીપી સુરત sog )
વી ઓ 3 :હાલ તો આંતરાષ્ટ્રીય ચાઈનીઝ ગેંગ ના સંપર્કમાં રહી સાયબર ફ્રોડનું રેકેટ ચલાવતા પાંચેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શહેર sog એ હાથ ધરી છે.જ્યાં sog ની તપાસમાં સાયબર ફ્રોડ ના નાણા નો આંક વધવાની શક્યતાઓ રહેલી છે.એટલું જ નહીં કરોડોના સાયબર ફ્રોડ રેકેટના વધુ એક મુખ્ય સૂત્રધાર દુબઈનો બિગ બ્રો હોવાનું પણ સામે આવ્યું છે. જે શખ્સ દુબઈ બેઠા બેઠા પ્રતિક વસાવાને એપીકે ફાઈલ દુબઈથી મોકલતો અને સાઇબર ફ્રોડના ગુના ને અંજામ આપતો. જે કરોડોના સાયબર ફ્રોડ રેકેટમાં બિગ બ્રો સહિત ગણેશ ઉર્ફે પ્રેમ બિરાડે, રાજ શ્રીવાસ્તવ, ચંદન ઉપાધ્યાય, શૈલેષ પાંડે, શરદ રવિન્દ્ર પવાર, પ્રદીપ વિશ્વકર્મા અને મીનાજ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જે આરોપીઓની ધરપકડ બાદ હજી મોટા ખુલાસા થાય તો નવાઈ નહીં.

