શું આ છે ‘મેલોડી’ ડિપ્લોમસીનું રહસ્ય? પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીની મિત્રતા પર દુનિયા ફિદા!
આંતરરાષ્ટ્રીય રાજકારણના ગલીયારામાં ઘણીવાર ગંભીર વાટાઘાટો અને મુત્સદ્દીગીરીની ચર્ચાઓ થતી હોય છે. પરંતુ, તાજેતરમાં ફ્રાન્સના ઈવિયન-લેસ-બેન્સ ખાતે યોજાયેલા G7 સમિટમાં કંઈક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. જ્યારે વિશ્વના શક્તિશાળી નેતાઓ વૈશ્વિક પડકારો અને યુક્રેનને ટેકા જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચેની એક ટૂંકી અને સૌહાર્દપૂર્ણ મુલાકાતે સોશિયલ મીડિયા પર ફરી એકવાર ‘મેલોડી’ (Melodi) નામની ચર્ચા જગાવી દીધી છે.
‘મેલોડી’નો ટ્રેન્ડ અને એક મીઠી ભેટ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પીએમ મોદી અને મેલોની એકબીજાનું અભિવાદન કરતા અને હાથ મિલાવતા જોવા મળે છે. આ દ્રશ્ય એટલા માટે ખાસ છે કારણ કે તેમાં બંને નેતાઓ વચ્ચેની સહજતા સ્પષ્ટ દેખાય છે. એવું માનવામાં આવે છે કે પીએમ મોદીએ આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેમના વિશે જે મીમ્સ અને વીડિયો વાયરલ થાય છે, તેનો ઉલ્લેખ કર્યો હતો.
Modiji and meloni 😍 pic.twitter.com/6iWmtkCIUN
— Jash (@jeetcasm) June 16, 2026
આ ઘટનાની શરૂઆત એક મહિના પહેલા થઈ હતી, જ્યારે રોમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ઈટાલીના વડાપ્રધાનને પ્રખ્યાત ભારતીય ચોકલેટ ‘પાર્લે મેલોડી’ (Parle’s Melody) ભેટમાં આપી હતી. આ ભેટ પાછળનો હેતુ રમૂજી હતો, કારણ કે ઈન્ટરનેટ પર તેમના નામોના જોડાણથી ‘મેલોડી’ શબ્દ ખૂબ જ લોકપ્રિય થયો છે. મેલોનીએ પોતે પણ સોશિયલ મીડિયા પર આ ભેટની તસવીર શેર કરીને લખ્યું હતું, “આ ભેટ માટે આભાર.” વીડિયોમાં મેલોની કહેતા સાંભળી શકાય છે કે, “વડાપ્રધાન મોદીએ એક ખૂબ જ સ્વાદિષ્ટ ટોફી ભેટમાં આપી છે.”
શું છે આ ‘મેલોડી’ ડિપ્લોમસી?
‘મેલોડી’ શબ્દ એ નરેન્દ્ર મોદી અને જ્યોર્જિયા મેલોનીના નામોનું મિશ્રણ છે. આ શબ્દની શરૂઆત ૨૦૨૩માં યોજાયેલી દ્વિપક્ષીય બેઠક પછી એક ઈન્ટરનેટ જોક તરીકે થઈ હતી. જોકે, જેમ જેમ સમય વીતતો ગયો, તેમ તેમ આ શબ્દ માત્ર એક મજાક ન રહેતા બંને નેતાઓ વચ્ચેના ગાઢ અને સૌહાર્દપૂર્ણ સંબંધોનું પ્રતીક બની ગયો.
મેલોની પોતે પણ આ શબ્દનો ઉપયોગ કરવામાં પાછળ નથી રહ્યા. ૨૦૨૪માં તેમણે પીએમ મોદી સાથેની એક સેલ્ફી શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું, “#Melodi તરફથી મિત્રોને હેલો.” ત્યારબાદ જૂન ૨૦૨૫માં પણ તેમણે એક સેલ્ફી વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે પોતાને અને પીએમ મોદીને ‘મેલોડી ટીમ’ તરીકે સંબોધ્યા હતા. આ પ્રકારના હળવાશભર્યા ક્ષણોએ બંને નેતાઓ વચ્ચેની અંગત મિત્રતાને વિશ્વ મંચ પર એક અલગ જ ઓળખ આપી છે.
Thank you for the gift pic.twitter.com/7ePxbJwPbA
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 20, 2026
સંબંધોની ગહનતા: માત્ર તસવીરો નહીં, પણ વ્યુહરચના
ઘણા લોકોને લાગે છે કે આ માત્ર ફોટો પડાવવા માટેની કેમેરા-ફ્રેન્ડલી મિત્રતા છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી ઘણી અલગ છે. પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીના આ સંબંધો એક મજબૂત વિદેશ નીતિનો પાયો છે. આજે ઈટાલી, ભારતનું એક ખૂબ જ મહત્વનું અને વ્યૂહાત્મક વૈશ્વિક ભાગીદાર બની ગયું છે.
બંને દેશો ‘ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર’ (IMEC) પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. આ કોરિડોરમાં રોમ (ઈટાલી) યુરોપ માટે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના પ્રવેશદ્વાર તરીકે કાર્ય કરશે, જે ભારત માટે આર્થિક અને રાજકીય રીતે અત્યંત મહત્વનું છે. આ ઉપરાંત, બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૧૬.૭૭ અબજ ડોલરને પાર કરી ગયો છે, જે આ ભાગીદારીની સફળતાનું પ્રમાણ આપે છે.