PM Modi News :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવતા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરની મુલાકાત પહેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. દરમિયાન, બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને જમ્મુ અને કાશ્મીર પોલીસે શનિવારે સંયુક્ત રીતે સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સંભવિત ક્રોસ બોર્ડર ટનલની શોધમાં ઓપરેશન શરૂ કર્યું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
સાંબા, કઠુઆ અને જમ્મુ જિલ્લામાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે સુરક્ષા દળોએ છેલ્લા દાયકાઓમાં લગભગ એક ડઝન સરહદ પાર ટનલનો પર્દાફાશ કર્યો છે, જેનો ઉપયોગ સરહદ પારથી આતંકવાદીઓ, શસ્ત્રો અને માદક દ્રવ્યોની દાણચોરી માટે કરવામાં આવતો હતો. પોલીસે તાજેતરમાં ‘રાષ્ટ્રવિરોધી તત્વો’ દ્વારા ઉપયોગમાં લેવાતી આવી સુરંગ શોધવામાં મદદ કરનારને 5 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.
વડાપ્રધાન મોદી 20 ફેબ્રુઆરીએ જમ્મુની મુલાકાતે છે અને અહીં 3,161 કરોડ રૂપિયાના 209 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં જનસભાને પણ સંબોધિત કરશે. અધિકારીઓએ જણાવ્યું કે મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ, BSF અને પોલીસે સંયુક્ત રીતે સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં બે કલાક સુધી સુરંગ વિરોધી ઓપરેશન ચલાવ્યું. તેમણે કહ્યું કે ઓપરેશન સવારે 9.45 વાગ્યે શરૂ થયું હતું, જો કે, સંયુક્ત ટીમને કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.