લોકસભા ચૂંટણીમાં બિહારમાં કોંગ્રેસની હારની નૈતિક જવાબદારી લેતા પાર્ટીના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્યના પ્રભારી પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાર્ટીના સુત્રો પાસેથી મળતી મહિતી મુજબ શક્તિસિંહ ગોહિલે થોડા દિવસો પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાનું ત્યાગપત્ર મોકલી આપ્યું છે.

રાજીનામામાં શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે તેઓ, બિહારમાં પાર્ટીની હાર માટે પોતાની નૈતિક જવાબદારી માને છે અને પદ પર નથી રહેવા માંગતા. શક્તિસિંહ ગોહિલને 2018માં બિહાર કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. બિહારમાં કોંગ્રેસ RJD અને અન્ય દળો સાથે ગઠબંધનમાં નવ સીટો પરથી ચૂંટણી લડી હતી પરંતુ અહી કોંગ્રેસ માત્ર એક સીટ જ જીતી શકી.