એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોંગ્રેસ માટે પ્રોપોગેન્ડા અને ‘ફેક ન્યૂઝ’ ફેલાવવા માટે એક ટ્વિટર એકાઉન્ટની સરખામણીમાં ભાજપા માટે 120 ટ્વિટર એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ અધ્યયનને સોશિયલ મીડિયા પોર્ટલ રેડાઈટના એક ઉપયોગકર્તા દ્વારા કરવામાં આવ્યો છે, જે પોતાનું નામ બતાવવા માંગતો નથી. ઓનલાઈન ખોટી માહિતીના વલણોના ઉપયોગકર્તાઓને લાખો નકલી ટ્વિટર એકાઉન્ટનું વિશ્લેષણ કર્યું છે.
એક એલગોરિથ્મની મદદથી સંચાલિક એક સ્પષ્ટ રાજકિય વલણ સાથે લગભગ 4 લાખ ટ્વિટર ખાતાઓની ઓળખ કરીને આ અધ્યયન શરૂ કરવામાં આવ્યો. ઉપયોગકર્તાઓના વેબપેજ UrbanNazi.com પર પ્રકાશિત શોધ અનુસાર, આ ખાતાઓમાંથી લગભગ 1.2 લાખ સમર્થક કોંગ્રેસ અને 2.7 લાખ સમર્થક ભાજપાના રૂપમાં ઓળખ થઈ શકે છે.
અધ્યયનમાં ખોટી સૂચનાઓ અને પ્રચારના સ્ત્રોતોના રૂપમાં કાર્ય કરનારા એવા ઘણા બધા ખાતાઓની ઓળખ થઈ છે, જેમાં 17,779 ખાતા ભાજપા સમર્થનના રૂપમાં સામે આવ્યા છે, જ્યારે કોંગ્રેસના 147 એકાઉન્ટ છે.