દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે અને 11 ફેબ્રુઆરી પરિણામ આવશે. આ દરમિયાન ABP-C વોટરે ઓપિનિયન પોલ જાહેર કર્યો છે. ABP-C વોટર અનુસાર, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને ફરીથી ભારે બહુમત મળી શકે છે ત્યાં જ BJP 8 સીટ અને કોંગ્રેસ 3 સીટો સુધી સિમિત રહી શકે છે. અરવિંદ કેજરીવાલ CM તરીકે દિલ્હી વાસીઓની પહેલી પસંદ છે. આ ઓપિનિયન પોલમાં લગભગ 13 હજાર લોકોનો પ્રતિસાદ લેવામાં આવ્યો છે.
પોલ અનુસાર, આમ આદમી પાર્ટીને 50 ટકાથી વધારે વોટ મળી શકે છે, ત્યાં જ કોંગ્રેસના ખાતામાં માત્ર 5 ટકા વોટ આવી શકે છે.
જ્યારે લોકોથી સવાલ કરવામાં આવ્યો કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં CM પદ માટે તેમની પસંદ કોણ છે? તેના પર લગભગ 70 ટકા લોકોએ જણાવ્યુ કે, કેજરીવાલ CM પદ માટે તેમની પસંદ છે.
ઓપિનિયન પોલમાં CM તરીકે સૌથી વધારે અરવિંદ કેજરીવાલને લોકોએ પસંદ કર્યા છે, તેમને 69 ટકા લોકોનું સમર્થન મળ્યો છે. ત્યાં જ BJPના હર્ષવર્ધનને 11 ટકા લોકોએ CM તરીકે પસંદ કર્યો છે. મહત્વની વાત એ છે કે, BJP દિલ્હી અધ્યક્ષ મનોજ તિવારીને આ ઓપિનિયન પોલમાં માત્ર 1 ટકા વોટ મળ્યા છે.
8 ફેબ્રુઆરીએ ચૂંટણી, 11 ફેબ્રુઆરીએ પરિણામ
જણાવી દઈએ કે, 6 જાન્યુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોનું ચૂંટણી કમિશને જાહેરાત કરી છે. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના રોજ વોટિંગ થશે, 11 ફેબ્રુઆરીના રોજ પરિણામ આવશે. 14 જાન્યુઆરીના રોજ નોટિફિકેશ જાહેર થશે. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી છે. જણાવી દઈએ કે, ચૂંટણી જાહેરાત સાથે દિલ્હીમાં ચૂંટણી આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે. દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 22 ફેબ્રુઆરીએ ખતમ થઈ રહ્યો છે.