દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર શનિવાર સવારે શરૂ થયેલા મતદાન પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અખિલેશ પતિ ત્રિપાઠી પર હુમલો થયો હતો. હુમલો એટલો ગંભીર હતો કે તે બેભાન થઇ ગયા હતા. જે બાદ ઘાયલ આપના ઉમેદવારને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ મામલો સામે આવ્યા બાદ આપ નેતા સંજય સિંહે તેની માટે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવ્યો છે. સંજય સિંહે ટ્વીટ કર્યુ, મોડલ ટાઉનના ધારાસભ્ય અખિલેશ પતિ ત્રિપાઠી પર ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો હતો. પોલીસ કોઇ કાર્યવાહી નથી કરી રહી. ચૂંટણી પંચ આ ગુંડા વિરૂદ્ધ કાર્યવાહી કરે
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે મતદાન શરૂ છે. દિલ્હીની જનતા આજે EVMમાં દિલ્હીનું ભવિષ્ય નક્કી કરી રહી છે. દિલ્હીમાં ચૂંટણી વચ્ચે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે અને ખાસ કીરને શાહીન બાગ સહિતના અતિ સંવેદનશીલ મતદાન કેન્દ્ર પર સુરક્ષા દળ વધુ સતર્ક છે.