ચૂંટણીના પરિણામ પ્રમાણે યુપીની 403 વિધાનસભા સીટોમાંથી ભાજપને એકલા હાથે 255 અને સપાને 111 બેઠકો મળી છે. આ સિવાય અપના દલે 12 બેઠકો જીતી છે. કોંગ્રેસને બે જ અને બસપાને એક જ બેઠક મળી છે.
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીને પણ લોકોએ પ્રેમ કરતાં વિરોધ પક્ષમાં બેસી શકે તેવી સીટો આપી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવને ફરીથી સત્તામાં આવતા વધુ એક વખત પાંચ વર્ષની રાહ જોવી પડશે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા આઝમ ખાન પણ આ ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.
જો કે મળતી માહિતી મુજબ અખિલેશ યાદવ અને પાર્ટીના દિગ્ગજ નેતા આઝમખાને લોકસભાના સાંસદ તરીકે ચાલુ રહેવાનો નિર્ણય લીધો છે. અર્થાત તેઓએ ધારાસભ્ય તરીકે રાજીનામું આપવું પડશે. એવુ કહેવાય છે કે, લોકસભામાં સપાના ખાલી પાંચ જ સભ્ય છે. આ સંજોગોમાં પાર્ટી લોકસભામાં નબળી પડવા માંગતી નથી. આ સંજોગોમાં અખિલેશ અને આઝમખાન ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને લોકસભામાં સભ્યપદ ચાલુ રાખશે.