ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રીએ એક કાર્યક્રમમાં ભવિષ્યમાં તેમના વડાપ્રધાન બનવાને લઇને સવાલનો જવાબ આપ્યો હતો. અમિત શાહે ‘એજન્ડા આજતક’ કાર્યક્રમમાં આ સવાલ પર જવાબ આપ્યો. એન્કરે પૂછ્યુ કે શું તમે દેશના આગામી વડાપ્રધાન બનશો. જેની પર અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન પદ માટે હું ઘણો નાનો છું. મારી પાર્ટીમાં મારાથી મોટા કેટલાક નેતા છે, તેમણે કહ્યું કે પુરી પાર્ટી મોદીજીને સફળ બનાવવામાં જોડાયેલી છે.
દિલ્હી અને ઝારખંડ ચૂંટણીને લઇને અમિત શાહ પુરી રીતે આશ્વત જોવા મળ્યા. આ રાજ્યોની ચૂંટણીમાં ભાજપની જીતને લઇને તેમણે કહ્યું કે અમારી પાસે તમામ કેપ્ટનોના કેપ્ટન મોદી છે. દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં પ્રચંડ બહુમતથી ભાજપાની સરકાર બનશે. બન્ને રાજ્યોમાં હજુ પાર્ટીનો ચહેરો નક્કી નથી. સૌરવ ગાંગુલી સાથે પણ કોઇ વાત નથી થઇ.