ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ આવતીકાલથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસની ગુજરાત મુલાકાત સમયે અમિત શાહ સુરતમાં સામાજિક કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાતં તેઓ તાપીમા ભાજપના કાર્યકરોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન પણ આપશે. અમિત શાહ તાપીમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે પાર્ટી આગેવાન સાથે પણ સમીક્ષા કરવાના છે. જે બાદ સાંજ તેઓ અમદાવાદમાં પોતાના નિવાસ સ્થાને આવશે. જ્યાં અમિત શાહ પાર્ટી આગેવાનો સાથે મુલાકાત કરીને ચૂંટણી લક્ષી ચર્ચા કરે તેમ મનાય છે.
