અમરેલીના સાવરકુંડલામાં કોંગ્રેસના 200 જેટલા કાર્યકરો પાર્ટીમાંથી રાજીનામુ આપશે. વાત કંઈક એવી છે કે સાવરકુંડલાના APMCના ચેરમેન દિપક માલાણીએ અગાઉ પરેશ ધાનાણીના નેતૃત્વનો વિરોધ કર્યો હતો
આથી દિપક માલાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.ત્યારે હવે દિપક માલાણીના સમર્થનમાં જ કોંગ્રેસના કેટલાક કાર્યકરો પાર્ટીમાંથી રાજીનામું આપશે અને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. સાથે જ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પછાડવા રણનીતિ પણ ઘડવામાં આવશે. દિપક માલાણીએ પરેશ ધાનાણીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને વિપક્ષ પદેથી તેમના રાજીનામાની માગ કરી હતી.
ગુજરાતમાં 1995થી 2018 સુધીમાં જેટલી ચૂંટણીઓ થઇ છે. તેમાં કોંગ્રેસના 12 સંસદસભ્યો, 65 ધારાસભ્યો અને 15,000થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
ખાસ કરીને જ્યારે પાલિકા, પંચાયત, રાજ્યસભા, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાય છે. તેમની સાથે પાર્ટીના કાર્યકરો પણ સામૂહિક રીતે જોડાઇ જાય છે.