ઉત્તર પ્રદેશના રાજકીય ઘટનાક્રમ વચ્ચે રાજ્યપાલ રામનાયકની રાજ્યપાલ પદેથી વિદાય કરવામાં આવી છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુંક કરાઈ છે. આનંદીબેન પટેલને રામ નાયકની જગ્યાએ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુંક કરાઇ છે. આ સાથે બંગાળના રાજ્યપાલ તરીકે જયદીપ ધનપડ અને લાલજી ટંડનને આનંદીબેન પટેલની જગ્યાએ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે. એન.આર.રવિની નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરાય છે. આ સાથે ફગુ ચૌહાણ બિહારના નવા રાજ્યપાલ બનશે જ્યારે રમેશ બીશની ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે.
