તમિલનાડૂ પોલીસે તમિલ સાહિત્યકાર અને વક્તા નેલ્લઈ કન્નની ધરપકડ કરી લીધી છે. તેમને બુધવારે પેરમ્બલૂરથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કન્નન પર વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહ વિરૂદ્ધ ભડકાઉ ટિપ્પણી કરવાનો આરોપ છે. પોલીસે પાછલા રવિવારે તેમના વિરૂદ્ધ કેટલીક કલમો લગાવીને એફઆઈઆર નોંધી હતી. તમિલનાડૂ બીજેપીના નેતા કન્નનની ધરપકડને લઇને સતત પ્રદર્શન કરી રહ્યાં છે.
એક વીડિયો વાયરલ થયા પછી નેલ્લાઈ કન્ન સમાચારોમાં ચમક્યા હતા. આ વીડિયોમાં તેઓ તિરૂનેલવેલીમાં નાગરિકતા સંશોધન કાનૂન (Citizenship Amendment Act)ના વિરોધમાં બોલી રહ્યાં હતા. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાએ આ કાર્યક્રમનો આયોજન કર્યો હતો. ઈવેન્ટમાં તેમને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો ઉલ્લેખ કરતાં તેમના વિરૂદ્ધ ઉશ્કેરણીજનક વાત કરી હતી.
કન્નન વિરૂદ્ધ બીજેપીએ જ નહીં પરંતુ સત્તાધારી પાર્ટી AIADMKએ પણ ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ કેસ પર વધુ તપાસ કરી રહી છે.