લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે વિવિધ સમિતિઓની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજનાથ સિંહ ઉપરાંત ભાજપે આ સમિતિમાં 19 નેતાઓને જવાબદારી સોંપી છે.
કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીને પ્રચાર અને પ્રસાર સમિતિના પણ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સમિતિમાં જેટલી ઉપરાંત ભાજપના 7 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકીરને સમાજિક સ્વંયસેવી સંગઠન સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ સમિતિમાં ગડકરી ઉપરાંત ભાજપના 12 નેતા કાર્યરત રહેશે. આ સમિતિમાં ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.