કોંગ્રેસમાં 2014ની લોકસભાની ચૂંટણી મોદી વેવમાં હારી ગયેલા પરંતુ મજબૂત કહી શકાય તેવા 10 ઉમેદવારોને કોંગ્રેસ રિપીટ કરી શકે છે. કોંગ્રેસ દ્વારા હાલ આ અંગે વિચારણા કરવામાં આવી રહી છે. ખાસ કરીને જીતી શકાય તેવી સીટો પર સક્ષમ ઉમેદવાર ઉતારવા માટેની રણનીતિ બનાવવામાં આવી રહી છે.
કોણ રિપીટ થશે?
અમરેલીના વિરજી ઠુમ્મર, આણંદના ભરત સોલંકી, બનાસકાંઠાના જોઇતાભાઇ પટેલ, બારડોલીના ડો. તુષાર ચૌધરી(જોકે, તુષાર ચૌધરી માટે ફિફ્ટી-ફિફ્ટી ચાન્સ છે, ટીકીટ મળવાના)જામનગરના વિક્રમ માડમ, જૂનાગઢના પુંજાભાઇ વંશ, ખેડાના દિનશા પટેલ, સુરેન્દ્રનગરના સોમાભાઇ પટેલ અને વલસાડમાં કિસન પટેલને કોંગ્રેસ ફરીથી ટીકીટ આપી શકે છે.
કોનું પત્તુ કપાશે?
અમદાવાદ ઇસ્ટના હિંમતસિંહ પટેલ, અમદાવાદ વેસ્ટના ઇશ્વરભાઇ મકવાણા, ભરૂચના જ્યેશ પટેલ, ભાવનગરના પ્રવિણ રાઠોડ, દાહોદના પ્રભાબેન તાવિયાડ, ગાંધીનગરના કિરીટ પટેલ, કચ્છના દિનેશ પટેલ, મહેસાણાના જીવાભાઇ પટેલ (કોંગ્રેસમાં નથી), સતત “દૌરા” કરતા નવસારીના મકસુદ મીર્ઝા, પોરબંદરના રામસિંહ પરમાર, પાટણના ભાવસિંહ રાઠોડ, રાજકોટના કુંવરજી બાવળિયા (કોંગ્રેસમાં નથી) , સાબરકાંઠાના શંકરસિંહ વાઘેલા (કોંગ્રેસ છોડી ચૂક્યાં છે), સુરતના નૈષધ દેસાઇ, વડોદરામાં મધુસુદન મિસ્ત્રી (રાજ્યસભામાં છે)ને રિપીટ કરવામાં આવશે નહીં. જ્યારે છોટા ઉદેપુરના નારણ રાઠવાને પણ ટીકીટ નહીં મળે કારણ કે રાઠવા હાલ રાજ્યસભાના સાંસદ છે. વાસ્તે કોંગ્રેસ અહીંયા નવા ચહેરાને આગળ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. કોંગ્રેસે 2014માં પોરબંદરની બેઠકો એનસીપીના કાંધલ જાડેજાને આપી હતી પરંતુ આ વખતે પોરબંદરની બેઠક કોંગ્રેસ તેના માટે અનામત રાખી શકે છે.