જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ રાહુલ ગાંધીની ટીમમાંથી વધુ એક વિકેટ ખડવા જઈ રહી છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આજે જિતિન પ્રસાદને પાર્ટીમાં જોડાવશે. હાલમાં જિતિન પ્રસાદ ગૃહમંત્રી અમિત શાહના ઘરે પહોંચ્યા છે.કહેવાય છે કે, કોંગ્રેસના મોટા બ્રાહ્મણ ચહેરા તરીકે ખ્યાત થયેલા જિતિન પ્રસાદ છેલ્લા કેટલાય દિવસોથી પાર્ટી હાઈકમાન્ડથી નારાજ હતા. કોંગ્રેસ વધુ માન મરતબો ન મળતા પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. જો કે, જિતિન પ્રસાદની ફરિયાદને પાર્ટીએ નજરઅંદાજ કરી હતી. આ જ કારણ છે કે, જિતિન પ્રસાદ ભાજપમાં ભળી જવાના છે.
ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જોડાઈ તેવી વાતો વહેતી થઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ઉત્તર ભારતમાંથી કોંગ્રેસના કોઈ મોટા નેતા ભાજપમાં શામેલ થઈ શકે છે. આ પ્રકારની માહિતી મળતા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત ભાજપના કેન્દ્રીય કાર્યાલયમાં હલચલ વધી ગઈ છે. જો કે, હજૂ સુધી એ સ્પષ્ટ થયુ નથી કે ક્યા નેતા ભાજપમાં જોડાવાના છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, આ અવસરે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહી શકે છે. બીજી બાજૂ એક એવી પણ ચર્ચા છે કે, જિતિન પ્રસાદ ભાજપમાં જોડાઈ શકે છે. જો આવુ થયુ તો યુપી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની આશા માથે પાણી ફરી જશે. સૌથી મોટો ઝટકો લાગી શકે છે. આપને જણાવી દઈએ કે, હાલમાં જ યોજાશે પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં જિતિન રાજ્યના પ્રભારી હતા, તેમણે પાર્ટીને એક પણ સીટ અપાવી શક્યા નહોતા.