ધાનાણીના ગઢમાંથી ધારાસભ્ય સોમાભાઈ પટેલ અને ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયાએ રાજીનામું આપ્યું છે. જેથી કોંગ્રેસને એક બાદ એક એમ બે મોટા ઝાટકા પડ્યા છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સૌથી મોટો ભૂકંપનો આંચકો આવ્યો છે. ત્યારે આગામી સમયમાં શક્તિસિંહ અને ભરતસિંહનું જીતવું હવે મુશ્કેલ બની રહ્યું છે.
રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો.. ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા અને લિંબડીના ધારાસભ્ય સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ. જ્યારે કે, અન્ય એક કોંગ્રેસના ધારાસભ્ય ગાયબ હોવાની માહિતી પણ સામે આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બન્ને ધારાસભ્યોએ મોડી રાત્રે વિધાનસભાના અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી. ત્યારે બન્ને ધારાસભ્યોના રાજીનામથી કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી પહેલા મોટો ઝાટકો લાગ્યો છે. જેવી કાકડિયા ધારીના ધારાસભ્ય છે. અને અમરેલીને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. ત્યારે જેવી કાકડિયાના રાજીનામાથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં મોટું ગાબડું પડ્યુ છે.