ગઇકાલે ગુજરાતમાં યોજાયેલ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાત કરી હતી ત્યારબાદ તેમણે વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું ધરી દીધું હતું. ત્યારે તાજેતરમાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ આવનારી પેટાચૂંટણીને લઇને ભાજપમાં સમીકરણો ઘડાયા છે.ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલા આગામી ટૂંકા સમયગાળામાં ભાજપમાં વિધિવત રીતે જોડાશે, આ સાથે જ અલ્પેશ ઠાકોર રાધનપુરને બદલે ખેરાલુથી ચૂંટણી તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.આપને જણાવી દઇએ કે, રાધનપુરથી શંકર ચૌધરી પેટાચૂંટણી લડવાના હોવાથી અલ્પેશ માટે નવા સ્થળની પંસદગી કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે ધવલસિંહ ઝાલાને ભાજપ દ્વારા બાયડની પેટાચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.અત્રે નોંધનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા અલ્પેશ-ભાજપ વચ્ચે ઘડાઇ હતી આવી વ્યૂહરચના. ઉલ્લેખનીય છે કે, ભરતસિંહ ડાભી અને પરબત પટેલ સાંસદ બનતા ખાલી થઈ છે બેઠકો. જેને ધ્યાને રાખીને ભાજપ દ્વારા આવો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોવનું જાણવા મળેલ છે.