કોંગ્રેસે શક્તિ સિંહ ગોહિલને મોટી જવાબદારી સોંપી છે. તેમને બિહાર ઉપરાંત દિલ્હી કોંગ્રેસના વચગાળાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ દિલ્હી કોંગ્રેસના પ્રભારી પીસી ચોકો અને સુભાષ ચોપરાએ રાજીનામું આપ્યુ હતુ જે કોંગ્રેસ મંજૂર કરી લીધા છે.
ઉલ્લેખનિય છે કે, દિલ્હીમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી વખત ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યુ હતુ અને એકપણ બેઠક કોંગ્રેસના હાથમાં આવી ના હતી. ત્યારે હવે ગુજરાતના નેતા શક્તિ સિંહ ગોહિલને બિહારની સાથે દિલ્હીના વચગાળાના પ્રભારી તરીકે વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
જણાવી દઈએ કે, આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખાતમાં એકપણ બેઠક આવી ના હતી. જે બાદ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપડા અને કોંગ્રેસ પ્રભારી પીસી ચાકોએ રાજીનામુ આપ્યુ હતુ.