કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સતત ચર્ચા કરવા માટે વડા પ્રધાનને પડકારે છે. શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રશ્નનો જવાબ આપતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદી જ્યાં ઇચ્છે ત્યાં ચર્ચા કરવા તૈયાર છું. ભલે માત્ર 10 મિનિટ માટે. પરંતુ હું અનિલ અંબાણીના ઘરે નહીં જાઉ, બાકી ગમે ત્યાં હું મોદી સાથે ચર્ચા કરવા માટે રેડી છું. રાહુલ ગાંધીએ તેમના પ્રેસ કોન્ફરન્સમાં રોજગાર, ખેડૂતો અને રાફેલ જેવા મુદ્દા પર વડા પ્રધાન મોદીને ઘેર્યા હતાં.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, દેશમાં ચાર તબક્કાનું મતદાન પુર્ણ થયા બાદ સ્પષ્ટ છે કે, મોદી હારી રહ્યા છે. મોદી સરકારના કારણે આજે દેશની અર્થવ્યવસ્થા ધ્વંશ થઈ છે. મોદી સરકાર દેશની સેનાને પોતાની પ્રોપર્ટી માને છે. પીએમ મોદી સર્જિકલ સ્ટ્રાઈકને એક ગેમ ગણાવી સેનાનું અપમાન કરી રહ્યા છે. જેથી દેશની સેના કોઈ એક વ્યક્તિની નથી પરંતુ દેશની છે. પીએમ મોદીએ દેશના યુવાઓને રોજગારી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ ન્યાય યોજના દ્વારા દેશના યુવાઓને રોજગારી મળવાની છે. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, કોંગ્રેસ દેશના 22 લાખ યુવાઓને સરકારી નોકરી આપશે.
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં રફાલ અંગે સુપ્રીમ કોર્ટમાં માગેલી માફી અંગે જણાવ્યુ કે રફાલનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે મે આ મામલે ટિપ્પણી કરી હતી. જેથી માફી માગી. મે સુપ્રીમાં માફી માગી છે પરંતુ ભાજપ અને તેના નેતા પાસે માફી નથી માગી. પરંતુ રફાલમાં ચોરી કરવામાં આવી તે જગજાહેર છે.