કર્ણાટક સરકાર પર રાજકીય વાદળો ઘેરાઈ રહ્યા છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યએ મુંબઈમાં ભાજપના નેતાઓ સાથે મીટીંગ કરતા કર્ણાટકમાં કુમારાસ્વામીના નેતૃત્વવાળી સરકાર પર જોખમ ઉભું થયું હોવાની ચાલી રહેલી અટકળો અંગે કુમારાસ્વામીએ મેદાનમાં આવીને ખુલાસો કર્યો છે.
કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોએ મુંબઈમાં ભાજપના નેતાઓની સાથે મીટીંગ કરતા કર્ણાટકમાં હોર્સ ટ્રેડીંગ ફરી પાછું હોર્સ ટ્રેડીંગ શરૂ થઈ ગયું હોવાની વાત બહાર આવતા કર્ણાટકમાં રાજકીય ગરમાટો આવી ગયો હતો. જોકે, મુખ્યમંત્રી કુમારાસ્વામીએ કહ્યું કે સરકાર પર કોઈ ખતરો નથી.
મીડિયા સાથે વાત કરતા કુમારાસ્વામીએ કહ્યું કે કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યો સતત મારા સંપર્કમાં છે. ત્રણેય ધારાસભ્યો મને સૂચિત કરીને મુંબઈ ગયા છે. મારી સરકાર પર કોઈ જોખમ નથી. હું જાણું છું કે ભાજપ કોની સાથે સંપર્ક સાધવાની કોશીશ કરી રહ્યો છે અને તે શું ઓફર કરી રહ્યો છે. હું આને સારી રીતે હેન્ડલ કરી શકું છું. મીડિયાને શા માટે આટલી બધી ચિંતા થાય છે.
આ પૂર્વ કર્ણાટકના પાણી પુરવઠા મંત્રી ડીકે શિવકુમારે ભાજપ તરફથી ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે અને ભાજપ સરકારને પાડવા માંગે છે, તેઓ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો મુંબઈમાં ભાજપના નેતાઓ સાથે છાનગપતિયા કરી કરી રહ્યા છે.
ડીકે શિવકુમારે વધુમાં કહ્યું કે કર્ણાટકમાં જોરશોરથી ખરીદ-વેચાણ થઈ રહ્યું છે. મુંબઈની હોટલમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા અને તેમણે અનેક પ્રકારના પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે જે અંગે કોંગ્રેસ સારી રીતે જાણે છે.