દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રોડ શો દરમિયાન એક વ્યક્તિએ લાફો માર્યો છે. દિલ્હીના મોતીનગર વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર બ્રિજેશ ગોયલ માટે ચૂંટણી પ્રચાર કરી રહેલા મુખ્યમંત્રી અને આપના પ્રમુખ કેજરીવાલને તેમનાથી રોષે ભરાયેલ એક શખ્સે લાફો મારી દીધો હતો.
અરવિંદ કેજરીવાલને લાફો મારનાર શખ્સ હાલમાં પોલીસની પકડમાં છે, સુરેશ નામનો આ શખ્સ દિલ્હીનો જ રહેવાસી છે. જો કે તેના હુમલા પછી આપના કાર્યકર્તાઓએ તેને ઠોર માર મારી પોલીસને સોંપી દીધો હતો.
દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ આ હુમલા પછી સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર આરોપ લગાવતા તેમને હુમલા માટે જવાબદાર ઠેરવ્યા હતા.