2019ની ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ હેલિકોપ્ટર અને પ્લેન મુદ્દે સરકાર પર આક્ષેપ કરતા ગંભીર દાવો કર્યો છે. આનંદ શર્માએ જણાવ્યું કે, ભાજપે તમામ ખાનગી વિમાનો અને હેલિકોપ્ટર બૂક કર્યા છે.
શર્માનો દાવો છે કે, લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપે તમામ હેલિકોપ્ટર અને પ્લેન બૂક કરી લીધા છે. જેને લઈને કોંગ્રેસે હેલિકોપ્ટર અને પ્લેન બૂક કરાવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
શર્માનો દાવો છે કે, ચૂંટણીમાં ભાજપ પાસે વધુ સંસાધન હોવા છતા કોંગ્રેસની જ જીત થશે. તો લોકસભા ચૂંટણીના પ્રચારની કોંગ્રેસની રૂપરેખા અંગે આનંદ શર્માએ જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં કોંગ્રેસની રૂપરેખા સામે આવશે. કોંગ્રેસ પોતાના મેનીફેસ્ટોમાં દેશને દીશા આપવાનું કામ કરશે.