ગુજરાતના પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. અમદાવાદ ખાતે જનસંકલ્પ સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં તેમણે કોંગ્રેસની કંઠી બાંધી હતી. કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલ જામનગરથી લોકસભાની ચૂંટણી લડશે એવી અટકળો ચાલી રહી છે. જોકે, કોંગ્રેસ તરફથી હજુ સુધી આ અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી કે હાર્દિક ચૂંટણી લડશે કે કેમ?
લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ હાર્દિકે કહ્યું હતું કે 12મી તારીખે કોંગ્રેસમાં જોડાઈ જઈશ. હાર્દિક પટેલે કોંગ્રેસ જોઈન કરતાં કોંગ્રેસને પાટીદાર વોટમાં ફાયદો થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. તડકાના કારણે પાછળની લાઈનમાં બેઠેલા સોનિયા ગાંધીની બરાબર આગળની સીટ પર હાર્દિક અને અલ્પેશ ઠાકોર બેઠેલા જોવા મળ્યા હતા.