હિમાચલ પ્રદેશના ભાજપા અધ્યક્ષ સતપાલ સત્તીએ ફરી વિવાદિત નિવેદન કર્યું છે. મંડીમાં ભાજપાની વિજય સંકલ્પ રેલીમાં સતપાલે કહ્યું હતું કે જે પણ બીજેપી નેતાઓ સામે આંગળી ઉઠાવશે તેના હાથ કાપી નાખવામાં આવશે. જ્યારે હું પંજાબીમાં બોલું છુ તો વિરોધીઓના પેટમાં દુખાવો શરુ થાય છે. પંજાબીમાં વાત આવી જ હોય છે. સત્તીએ આચાર સંહિતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જો આચાર સંહિતા લાગુ ન હોત તો તે આજે આ મંચ પરથી હિસાબ-કિતાબ પૂરો કરી દેત.
સતપાલ સત્તીએ કહ્યું હતું કે ભાજપા નેતાઓ સામે જે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરશે, તેને તેવી રીતે જ જવાબ આપવામાં આવશે. જો કોઈ આંગળી ઉઠાવશે તો તેના ખભા કાપી નાખવામાં આવશે.
સતપાલે પૂર્વ મંત્રી અનિલ શર્મા અને તેના પિતા પંડિત સુખરામ ઉપર પર જોરદાર પ્રહારો કર્યા હતા. અનિલ શર્માને શરીફ બતાવતા તેની સરખામણી ગાય સાથે કરી હતી. સત્તીએ કહ્યું હતું કે અનિલ શર્મા તે ગાય જેવા છે જેને જ્યાં મરજી થાય ત્યા પકડીને લઈ જાવ અને મરજીથી દૂધ કાઢી લો. સત્તીએ અનિલ શર્માના તે નિવેદન ઉપર પણ કટાક્ષ કર્યો હતો