યુપીના ૪૦૩ બેઠકોમાંથી ૨૫૫ બેઠકો જીતીને ભાજપા સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવી છે. સપાને ૧૧૧, ભાજપાના સહયોગી અપના દલ (એસ)ને ૧૨, કોંગ્રેસને ૨ અને બસપાને માત્ર એક બેઠક મળી છે. દેશના આ સોથી મોટા રાજયમાં કયારેક સરકાર બનાવનાર કોંગ્રેસની દશા એટલી ભૂંડી થઇ છે કે આ વખતે તેના ૩૮૭ ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત થઇ છે. કોંગ્રેસે ૩૯૯ બેઠકો પર ચુંટણી લડી હતી. એટલું જ નહીં, કોંગ્રેસને ફકત ૨.૪ ટકા વોટ શેર મળ્યો. ફકત ૩૩ બેઠકો પર ચુંટણી લડનાર રાષ્ટ્રીય લોક દળને પણ તેનાથી વધારે એટલે કે ૨.૯ ટાક વોટ શેર મળ્યો છે.
ડીપોઝીટ જપ્ત થવાનો નિયમ શું છે.
જયારે કોઇ ઉમેદવારને કુલ વૈધ મતોના ઓછામાં ઓછા ૧/૬ મત પણ ના મળે તો તેની ડીપોઝીટ જપ્ત થઇ જાય છે. લોકસભામાં ચુંટણી લડનાર ઉમેદવારે ૨૫૦૦૦ રૂપિયા અને વિધાનસભા ચુંટણી લડનાર ઉમેદવારે ૧૦,૦૦૦ રૂપિયા ડીપોઝીટ ભરવાની હોય છે.
અન્ય મોટા પક્ષમાં બસપા અને કોંગ્રેસનું પ્રદર્શન પણ બહુ જ શરમજનક રહ્યું છે. ૪૦૩ બેઠકો પર ચૂંટણી લડનાર બસપાની ૨૯૦ બેઠકો પર ડીપોઝીટ જપ્ત થઇ છે. આમ તો ચુંટણીમાં શાનદાર જીત મેળવનાર ભાજપાના ઉમેદવારોની પણ ડીપોઝટિ જપ્ત થઇ છે પણ તે આંકડો માત્ર ૩નો છે. ભાજપાએ ૩૭૬ બેઠકો પર પોતાના ઉમેદવાર રાખ્યા હતા. તો તેના મુખ્ય હરિફ સપાના ૩૪૭ ઉમેદવારોમાંથી ૬ની ડીપોઝીટ જપ્ત થઇ છે.