કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે વડાપ્રધાન મોદી જ્યારે રાજકારણમાંથી નિવૃત્તિ લેશે એજ દિવસે તેઓ પણ રાજકારણને અલવિદા કહી દશે. જોકે, તેમણે એવું પણ કહ્યું હતું કે મોદી હજી અનેક વર્ષો સુધી રાજકારણમાં રહેશે.
મહારાષ્ટ્રના પુનામાં આયોજિત ‘વર્ડ્સ કાઉન્ટ ફેસ્ટિવલ’માં હાજર રહેલા કેન્દ્રીય મંત્રીને એક વ્યક્તિએ જ્યારે પૂછ્યૂં કે તેઓ ક્યારે ‘પ્રધાન સેવક’ (પીએમ) બનશે ત્યારે તેના જવાબમાં સ્મૃતિએ કહ્યું હતું કે, ‘ક્યારેય નહીં. હું રાજકારણમાં સારા નેતાઓ સાથે કામ કરવા માટે આવી છું, હું આ મામલે ખૂબ જ ભાગ્યશાળી છું કે મને દિવંગત નેતા અટલ બિહાર વાજપાયી સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. હવે હું નરેન્દ્ર મોદી સાથે કામ કરી રહી છું.’
સ્મૃતિએ કહ્યું કે જ્યારે ‘પ્રધાન સેવક’ (પીએમ) નરેન્દ્ર મોદી રાજનીતિમાંથી સન્યાસ લેશે, હું પણ ભારતીય રાજનીતિને અલવિદા કહી દઈશ.