અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારત પ્રવાસે આવી શકે છે. જે રીતે અમેરિકાના હ્યૂસ્ટનમાં પીએમ મોદી માટે ‘હાઉડી મોદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું તે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ એક આવા જ કાર્યક્રમની યોજના પર કામ ચાલી રહ્યું છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં હ્યૂસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમની તર્જ પર ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ માટે ‘હાઉડી ટ્રમ્પ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી શકે છે. જેની માટે બન્ને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને એજન્ડા પર કામ કરવામાં આવી રહ્યું છે. નામ ના જણાવવાની શરતે આ જાણકારી આ મામલા સાથે જોડાયેલા લોકોએ આપી છે.
લગભગ નક્કી થઇ ગયુ છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી મહિનામાં ભારત પ્રવાસે આવશે. જોકે, અત્યાર સુધી તારીખો પર મોહર લાગી નથી અને તેને લઇને બન્ને દેશો વચ્ચે વાતચીત ચાલુ છે. માનવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણ દિવસીય પ્રવાસે ભારત આવશે, આ દરમિયાન તે નવી દિલ્હી સિવાયા એક અન્ય શહેરનો પણ પ્રવાસ કરશે. હ્યૂસ્ટનમાં જે રીતે પીએમ મોદી માટે કાર્યક્રમ થયો હોત, તે રીતે કાર્યક્રમ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ થઇ શકે છે. સુત્રોની માનીએ તો અમદાવાદ તે શહેર હોઇ શકે છે જ્યા ‘હાઉડી મોદી’ની તર્જ પર ટ્રમ્પ માટે કાર્યક્રમ યોજાઇ શકે છે. જોકે, હજુ સુધી આ નક્કી થયુ નથી. આ ઇવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ સામેલ થવાની સંભાવના છે.
સૂત્રોની માનીએ તો ગુજરાતી મૂળના અમેરિકીઓના હાઉડી ટ્રમ્પ શોમાં સામેલ થવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યુ છે કે અમેરિકામાં યોજાનાર આ વર્ષની ચૂંટણીને જોતા રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે તેમની ટીમ આ યોજના પર કામ કરી રહી છે.જેનું કારણ એવુ પણ છે કે અમેરિકામાં ગુજરાતીઓની સંખ્યા વધુ છે. આ કારણે ગુજરાતીઓની સંખ્યાને જોતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ‘હાઉડી મોદી’ જેવા કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકા અને બ્રિટનમાં ભારતીય પ્રવાસી એક મહત્વની વોટ બેન્ક છે.
આશા કરવામાં આવી રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી એક નાના સમયના વ્યાપાર સોદા પર હસ્તાક્ષર કરશે જે અમેરિકન કંપનીઓના ભારતીય બજારો સુધી વધુ પહોચ પ્રદાન કરી શકે છે અને ગત વર્ષ વાપસી માટે કરવામાં આવેલા ભારતના વ્યાપાર લાભોને પુન સ્થાપિત કરી શકે છે. તે એક લાંબા સમયના વ્યાપાર સમજૂતી પર ચર્ચા કરશે જેમાં એક મુક્ત વ્યાપાર સમજૂતી સામેલ થઇ શકે છે.