ગાંધીનગર– એનસીપીની બેઠક પરથી ચૂંટણી લડેલા ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાર્ટીનીવિરૂદ્ધમાં જવાનો નિર્ણય કર્યો છે. તેણે પાર્ટીના સુપ્રિમોને એવું કહ્યું કે તે સાંભળીને બે ટોચનાનેતાઓ ડઘાઇ ગયા છે.
કાંધલ જાડેજાની મનમાની સામે હાઇકમાન્ડ લાચાર બન્યું છે. આજે વિધાનસભાની બેઠકદરમ્યાન કાંધલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મંત્રણા કરી હતી. રૂપાણીએ તેમનેભાજપના ઉમેદવારને મત આપવા માટે વિનંતી કરી છે.
અગાઉની 2017ની ચૂંટણીમાં પણ કાંધલે પાર્ટીની વિરૂદ્ધ જઇને પાર્ટીના સિનિયર નેતાઓનેચોંકાવી દીધા હતા. હવે 2020માં તો કોંગ્રેસને આશ્ચર્ય થતું નથી, કારણ કે કાંધલે તેમનો મતફિક્સ કરી દીધો છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવે છે ત્યારે અપક્ષો અને અન્ય પક્ષોના ધારાસભ્યોનેજલસા પડી જતા હોય છે. બીટીપીના બે ધારાસભ્યોને પણ આવા જલસા પડી ગયા છે. છોટુવસાવાના આદેશનો અનાદર કરીને તેની પાર્ટીના બે ધારાસભ્યોએ ભાજપને મત આપવાનુંનક્કી કર્યું છે. એવી જ રીતે એનસીપીના સુપ્રિમો શરદ પવાર અને ગુજરાતના સિનિયર નેતાશંકરસિંહ વાઘેલાની વિનંતી છતાં એનસીપીના ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય કાંધલજાડેજાએ ભાજપને મત આપવાનું નક્કી કર્યું છે.
2017ની રાજ્યસભાની ચૂંટણીમાં પણ કાંધલ જાડેજાએ અહમત પટેલને નહીં પણ ભાજપનાઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને તેમનો મત આપ્યો હતો. તે સમયે પણ શરદ પવારે કોંગ્રેસનાઉમેદવારને મત આપવા માટે વિનંતી કરી હતી, પરંતુ કાંધલ જાડેજાએ એ વિનંતી સ્વિકારી નહતી. આ વખતે 2020માં પણ કાંધલ જાડેજાએ પાર્ટી લાઇનની વિરૂદ્ધમાં જઇને ભાજપનાઉમેદવાર નરહરિ અમીનને મત આપવાનું મન બનાવી લીધું છે.
જો કોઇ ચમત્કાર ન થાય તો, કાંધલ જાડેજા નરહરિ અમીનને મત આપશે. તેણે કહ્યું હતું કે મારોમત ભાજપના ઉમેદવારને મળશે. તેમણે શરદ પવાર અને શંકરસિંહ વાઘેલાના આદેશનોઅનાદર કર્યો છે. મત માટે કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ કાંધલ જાડેજાનો સંપર્ક કર્યો હતો પરંતુતેમણે ભાજપના ઉમેદવારને મત આપવાનું નક્કી કર્યું છે. જો કે છેલ્લી ઘડીએ કોઇ વ્યવસ્થિતદબાણ આવે તો કાંધલ તેમનો નિર્ણય બદલે તેવી સંભાવના નકારી શકાતી નથી.