વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બ્રિક્સ પ્રવાસ પહેલા કેબિનેટની બેઠક બોલાવી છે. આ બેઠકમાં મહારાષ્ટ્રની રાજનીતિક સ્થિતિ પર ચર્ચા થઈ હતી. જો કે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે, આ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવશે? જો કે સુત્રોનું માનીએ તો, મોદી કેબિનેટમાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા પર નિર્ણય લેવામાં આવશે. કેબિનેટ આ માટે રાષ્ટ્રપતિ કોવિંદ પાસે પત્ર મોકલશે.
અગાઉ મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશ્યારીએ કેન્દ્ર અને કાયદાના જાણકારો પાસેથી હાલની રાજનીતિક સ્થિતિ પર કાયદાકીય સલાહ લીધી. જો મહારાષ્ટ્રના રાજ્યપાલ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવે છે, તો શિવસેના સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી શકે છે. આ મુદ્દા પર ઉદ્ધવ ઠાકરેએ કપિલ સિબ્બલ અને અહમદ પટેલ સાથે ચર્ચા કરી હતી.