ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેનાં મતદાનનાં આડે ગણતરીનાં દિવસો જ બાકી છે ત્યારે તમામ પક્ષોનાં મોટા નેતાઓએ રાજ્યમાં ધામા નાંખ્યાં છે. આજે પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બંન્ને ગુજરાતમાં જનસભા સંબોધવાનાં છે. ત્યારે કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક બનેલા હાર્દિક પટેલ માટે આ સફરમાં ઘણી મુશ્કેલીઓ આવતી દેખાઇ રહી છે. આજે હાર્દિક પટેલે પોતાનાં ટ્વિટરનાં નામ પરથી ‘બેરોજગાર’ શબ્દ કાઢી નાંખવો પડ્યો છે અને તેને આજે મહિસાગરમાં સભા સંબોધવા માટે હેલિકોપ્ટરથી સભા સ્થળે પહોંચવાનું હતું પરંતુ લુણાવાડામાં હેલિપેડ બનાવવાનું હતું. તેના જમીન માલિકે હેલિપેડ અને હેલિકોપ્ટરની મંજૂરી આપી નથી
મળતી માહિતી પ્રમાણે મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં હાર્દિક પટેલ એક સભા કરવાનો છે. હેલિકોપ્ટરથી તે સભા સ્થળે પહોંચવાનો હતો તેથી લુણાવાડા હેલિપેડ બનાવવામાં નિર્ણય કર્યો હતો. લુણાવાડામાં જે જગ્યાએ હેલિપેડ બનાવવાનું હતું તેના જમીન માલિકે હેલિપેડ અને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપી નહીં. હાર્દિક અને કોંગ્રેસે તંત્ર પાસેથી તો મંજૂરી લઇ લીધી હતી. જમીન માલિકે હાર્દિક અને ચોપાર ઉતારવામાં વિરોધ કર્યો છે. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે, જમીન માલિકના વિરોધ બાદ હાર્દિક કારમાં લુણાવાડા આવશે. જમીન માલિકના વિરોધ બાદ હાલ કોંગ્રેસ કમીટીનાં સભ્યો જમીન માલિકના ઘરે ધામા નાખીને બેઠા છે. તેઓ હાલ જમીન માલિક મંજૂરી આપે તેના માટે મનાવવાના પ્રયાસો કરી રહ્યાં છે.